જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની બહેનોની (તરણ) સ્વિમિંગ સ્પર્ધા જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ 6 એજ ગ્રુપ કેટેગરીમાંથી 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર કુલદીપભાઈ જાની, ભગીરથસિંહ, હાર્દિકભાઈ જોશી અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની ભાઈઓની ખો-ખો સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુળ, ઠેબા સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપ કેટેગરીમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર સંજય સિંહ, હાર્દિકભાઈ જોશી, વિજય જુજીયા અને મયુર ગંજેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.    

Read More

જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલા મુદ્દાઓ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ સમિતિના સદ્સ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટરએ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં આજે ૯૫૯ આવાસોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     રાજ્યના નાગરિકોને ઘરરૂપી છત્ર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડિસા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમ સાથે રાજ્યભરના જિલ્લાઓમાં પણ આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાના છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ચાર સ્થળોએ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાશે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં સવારે ૧૧.૦૦ કલાકે કે.સી.સી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૧૮૦, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૭૬, આંબેડકર આવાસ યોજનાના…

Read More

ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ગીર-સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા શ્રી સરસ્વતી કોલેજ ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ઘરેલુ હિંસા અધિનીયમ -૨૦૦૫ની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પેનલ એડવોકેટ દ્વારા કાનૂની સેવાઓની માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત સખી વન સ્ટોપ સેન્ટરની , સાયબર ક્રાઇમને લગતી માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ, પી.બી.એસ.સી.ની માહિતી,૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇનની માહિતી પુરી પાડવામાં આવી હતી.અને મહિલા અને બાળ કલ્યાણની વિવિધ…

Read More

બાદલપરા ખાતે ઘાસના ગોડાઉનમાં લાગેલી આગને ફાયર વિભાગ દ્વારા ત્વરીત પહોચીને બુઝાવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બાદલપરા ગામમા ગાયના ચારાના ગોડાઉનમા આગ લાગી હતી. ફાયર વિભાગ જાણ થતા ત્વરિત સ્થળ પર પહોચીની આગને બુઝાવવામાં આવી હતી. બાદલપરા રામભાઈ ધાનાભાઈ બારડના ગાયના ચારાના ગોડાઉનમા આગ લાગી હતી જેની જાણ ફાયર ટીમને થતા ફાયરના ડીસીપીઓ નરેન્દ્રસિંહ તેમજ ફાયરમેન વિક્રમભાઈ ખટાણા અને રામભાઇ વંશની ટીમ અને ફાયર વિભાગના અધતન સાધનો સાથે ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ને સંપૂર્ણ રીતે બુઝાવવામાં આવી હતી.

Read More

ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરતી રાજ્ય સરકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર લોકોની સુખાકારી અને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા શહેરમાં ઘર વિહોણા લોકો માટે પોતાનુ પાકુ મકાન બાંધી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અમલમાં છે.જેના લીધે રાજ્યનાં અનેક પરીવારોને રહેવા માટે સુવિધાયુકત પાકા મકાનની છત મળી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત પાકું મકાન બનાવવા માટે વેરાવળ શહેરના રહેવાસી મંજુલાબહેન લલિતભાઈ ડાભીને રુ. ૩.૫૦ લાખની સહાય મળી હતી.આ સહાયના સહારે મંજુલાબહેન સુવિધાયુકત પાકુ મકાનનુ નિર્માણ કર્યુ…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજનાની સુવિધાથી પરિવાર થયો ખુશખુશાલ : આશાબેન છટીદાર

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગરના રહેવાસી આશાબેન છટીદારને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત સવા ત્રણ લાખમાં ઘરનું ઘર મળતા તેમનો પરિવાર ખૂબ જ ખુશખુશાલ થયો છે. આ અંગે આશાબેને વધુમાં જણાવ્યું હતું કે તેમનો પરિવાર આવાસ યોજના નું ઘર જોવા માટે ગયો હતો જેમાં સુવિધા જોઈને બધાને ખૂબ જ સંતોષ થયો છે આ ઉપરાંત તેઓને ભાડાના મકાનમાં થતી મુશ્કેલી અંગે પણ તેમને જણાવ્યું હતું. ભાડાના મકાનમાં રહેતા હોય ત્યારે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ખ્યાલ આવતા તેમને ફોર્મ ભર્યું હતું અને તેમને ઘર નું ઘર મળતા સ્વપ્ન સાકાર થયું છે.…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાડાના મકાનમાંથી મળી મુક્તિ: કિંજલ બેન ત્રિવેદી

હિન્દ ન્યુઝ, ભાવનગર  પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના થકી ભાવનગરના રહેવાસી કિંજલબેન ત્રિવેદીને ઘરનું ઘર મળતા તેઓને ભાડામાંથી મુક્તિ મળી હોવાનું જણાવ્યું હતું. કિંજલબેન એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ સુવિધા યુક્ત છે તેમાં લિફ્ટ, ગેસ લાઇન લાઈટ કનેક્શન તેમજ અન્ય સુવિધાઓ પણ ખૂબ જ સારી છે. ભાડાના મકાનમાં તેઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના થી ઘરનું ઘર મળતા બચત થશે અને આ બચત થી બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચ એજ્યુકેશનમાં મદદરૂપ થશે.      

Read More

લોકસભા ચૂંટણીના ૮૮ મદદનીશ ચૂંટણી અધિકારીઓના પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો બીજો તબક્કો સંપન્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર        લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.૦૯ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. તા.૦૯ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, EVM-VVPATના સંગ્રહ-પરિવહન…

Read More