આટકોટ કે. ડી પરવાડીયા હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આટકોટ       ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આટકોટ ખાતે કે. ડી પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલની શુભેચ્છા મુલાકાત લીધી તેમજ હોસ્પિટલના નવા પ્રોજેક્ટ મેડિકલ કોલેજની માહીતી મેળવી દર્દીઓ સાથે વાત કરી ખબર અંતર પુછેલ. આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘર, બીજેપીના પીઢ આગેવાન અશોકભાઈ મહેતા, પુર્વ કારોબરી ચેરમેન પંકજભાઈ ચાંવ સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નો સમાપન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ         આણંદમા ગુરુવારે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં “સડક સુરક્ષા જીવન રક્ષા” સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ – ૨૦૨૪ નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્ર્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.એન.હાઈસ્કુલ, આણંદ યોજવામાં આવ્યો હતો.  આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને જ આપણે માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું હ્તું. નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવી તંત્ર…

Read More

જસદણ વિછીંયાને 337 કરોડની ભેટ આપતી ગુજરાતની ભાજપ સરકાર 

હિન્દ ન્યુઝ, જસદણ વિછીંયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે ₹૩૩૭ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમા નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગના સૌની યોજના લિંક-૪ પેકેજ-૯ વિંછીયા ધારેઈ, આલણસાગર, આધીયા ફીડર પાઇપલાઇન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભાડલા અને વિંછીયા જૂથ સુધારણા યોજનાના ખાતમુહૂર્ત તેમજ આટકોટ ખાતે નવુ બનેલ બસ સ્ટેશન, માર્ગ અને મકાન વિભાગના ભડલી ખાતે મેજર બ્રિજ ઘેલો નદી પર, વીંછિયા ખાતે બનેલ આઈ.ટી.આઈ. બિલ્ડિંગના લોકાર્પણ સહિત દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરવામા આવેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

ઓડ નગર ખાતે શંકરા આઇ હોસ્પિટલ મોગર તેમજ સ્વ. વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ આણંદના ઓડ નગરમાં તા.૧૫ ના રોજ સી.એચ.સી સેન્ટર ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન, ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ. આ શિબિરમાં ૩૫૫ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૫૫ ચશ્મા તેમજ ૨૦ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા. આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ, ઓડ સી.એચ.સી સેન્ટર ડો.રાજ અને મેડીકલ સ્ટાફ, ઓડ ભાજપ સંગઠનના હોદે્દારો, પત્રકાર રમેશભાઈ રાણા, સેવાભાવી ભાઈ- બહેનો હાજર રહ્યા હતા. સ્વ. વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના, સુદર્શન ન્યુઝ તેમજ હિન્દ ન્યુઝ…

Read More