જામનગર ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ પેરિયોડોંટોલોજી વિભાગ દ્વારા સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન પેઢાના રોગો વિષે જન જાગૃતિ અભિયાન યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગરમાં સ્થિત ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, પેઢાના વિભાગ દ્વારા આગામી તા.23 ફેબ્રુઆરીએ પેરિઓડોટિસ્ટ ડે અને આગામી તા.20 માર્ચના વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોટોલોજીના નિર્દેશન અનુસાર સમગ્ર ફેબ્રુઆરી માસ અને આગામી તા.20 માર્ચ સુધી જાહેર જનતાના હિતાર્થે નો બ્લીડિંગ ગમ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ડેન્ટલ હોસ્પિટલ તથા જી.જી. હોસ્પિટલના મેડિસિન અને ગાયનેક વિભાગમાં આવતા દર્દીઓમાં પેઢાના રોગોનું નિદાન, પેઢાના રોગો અંગેની યોગ્ય જાણકારી, પેઢાના રોગોની આપણા શરીરના અન્ય અંગો પર થતી આડઅસર, સ્વસ્થ…

Read More

જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર    આગામી દિવસોમાં મહા શિવરાત્રી તહેવાર તેમજ લોકસભા સામાન્ય ચુંટણી-2024 યોજાશે. જેને ધ્યાનમાં રાખતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.06-03-2024 સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે…

Read More

બારડોલીનાં હિંડોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, બારડોલી     કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હિંડોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું…

Read More

જે.કે પેપર મીલ સોનગઢ ખાતે ક્લોરિન ગેસ લીકેજ થતા ફફડાટ

હિન્દ ન્યુઝ, તાપી      તાપી જિલ્લામાં સોનગઢ ખાતે સ્થિત જે.કે. પેપર મીલ ખાતે કેમિકલ રિયેક્શનના ઝેરી ગેસ હવામાં ફેલાતા કર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝેરી ગેસની ચપેટમાં આવેલા કંપનીના ત્રણ કર્મીઓને સૌ પ્રથમ ઘટના સ્થળે એમ્બ્યુલેન્સ મારફત પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્વરિત ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. જે.કે.પેપર મિલમાંતા. ૭ મીએ સવારે ૧૧.૦૧ કલાકે ક્લોરિન ગેસ લિકેજની ઘટના બની હતી. ક્લોરિન ગેસ લીકેજ નિયંત્રણની બહાર જતા જે.કે. પેપર મીલ (CPM) સોનગઢના લોકલ ક્રાઇસિસ ગૃપ દ્વારા ૧૧.૨૦ કલાકે સંપૂર્ણ સાઈટને ઓફસાઈટ ઇમરજન્સી જાહેર કરાયો હતો. જે.કે. પેપેર મીલના ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ…

Read More

જી-શાળા એપ્લિકેશનના ઉપયોગમાં ધોળકા તાલુકાની ઇંગોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો રાજ્ય કક્ષાએ ટોપટેનમાં સમાવેશ

હિન્દ ન્યુઝ, ધોળકા       રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઇ-લર્નિંગ અને મહાવરા સાથે અભ્યાસ માટે જી-શાળા એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં દરેક વિષય અને એકમના ઇ-કન્ટેન્ટ, ઓડિયો, વિડિયો, પીડીએફનો સમાવેશ કરવામાં આવ્યો છે. જી-શાળા એપ્લીકેશનમાં સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. જી-શાળા એપ્લીકેશનનો વિદ્યાર્થીઓ નિયમિત ઉપયોગ કરે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા રિયલ ટાઇમ મોનીટરીંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેમાં વિડિયો, પીડીએફ, એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓને રેન્કિંગ આપવામાં આવે છે. આખા રાજ્યમાં જે તે ધોરણ મુજબ વિદ્યાર્થીઓને રેન્કિંગ આપવામાં આવે છે. જેમાં…

Read More

જી.ટી.યુ.ના પૂર્વ વિદ્યાર્થીઓનું તૃતીય સંમેલન ‘સમવાય-2024’નું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, અમદાવાદ    અમદાવાદમાં આવેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એલ્યુમની એસોસિએશન દ્વારા યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે “સમવાય-2024” શિર્ષક તળે પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. પૂર્વ વિધાર્થીઓ સાથે સંપર્કમાં રહી, તેમને સંગઠિત કરી, તેમની પ્રવૃત્તિઓ સરળ બનાવવા, તેમની પ્રાપ્તિઓ અને સિદ્ધિઓને બિરદાવવાના શુભ ઉદ્દેશથી જી.ટી‌.યુ. દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હાલમાં સમાજમાં ઉંચી પ્રતિષ્ઠા ધરાવતા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રારંભમાં એલ્યુમની એસોસિએશને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના મહિલા અને બાળવિકાસ ખાતાનાં કમિશનર શ્રી કે‌.કે. નિરાલાએ ધ્યેયપ્રાપ્તિ માટે પોતાની શક્તિઓને ઓળખવાની જરૂરીયાત…

Read More

વટવા ઈન્ડો જર્મન ટુલ ખાતે ડિપ્લોમા કોલેજમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન ટીમ અમદાવાદ દ્વારા ઈન્ડો જર્મન ટુલ, જી.આઈ.ડી.સી., વટવા ખાતે ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થી તેમજ સ્ટાફ માટે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વ્હાલી દિકરી યોજન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના તેમજ સમાજ સુરક્ષા ખાતાની પાલક માતા-પિતા યોજના તેમજ અન્ય…

Read More

હિંમતનગર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે સાબરકાંઠાના નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, હિંમતનગર  સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે વિવિધ નોડલ અધિકારી ઓ સાથે બેઠક યોજાઇ હતી. નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારી પૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચની…

Read More

પાકું મકાન મળતાં અમારી તમામ ચિંતાઓ દૂર થઈ છે હવે દરેક ઋતુમાં અમે સલામત રહી શકીશું : લાભાર્થી કુકીબેન ખોડદ

હિન્દ ન્યુઝ, બોટાદ ઘર વિહોણા તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પુરું પાડવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ધારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત સતત ચરિતાર્થ કરી રહી છે. ત્યારે બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના લાભાર્થી કુકીબેન ખોડદના પરીવારને તેમના સ્વપ્નનું ઘર મળવા જઈ રહ્યું છે. લાભાર્થી કુકીબેન ખોદડે પોતાના ભુતકાળને વાગોળતા કહ્યું કે, અમે કાચા મકાનમાં રહેતાં હોવાથી અમને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. સરકારની સહાયથી અમને પાકું મકાન મળતા અમારી તમામ ચિંતાઓ દૂર થઈ છે. “હું અને મારો પરિવાર સરકારના આભારી છીએ. શિયાળો,…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી રાણપુરના વેજલકા ગામના રમેશભાઇ વાટુકીયાના પરિવારને મળશે મકાન રૂપે ખુશીઓની ચાવી

હિન્દ ન્યુઝ, રાણપુર  અમારે એક પાકુ ઘર હોય, અમારૂં પણ એક કાયમી સરનામું હોય બસ એ જ વિચાર સાથે વ્યક્તિ પોતાનું જીવન વ્યત્તીત કરતો હોય છે, જ્યારે એ જ સપનું ખરા અર્થમાં સાકાર થાય ત્યારે એનો અનેરો આનંદ હોય છે બસ એવી જ કંઇક વાત છે રાણપુર તાલુકાના વેજલકા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી રમેશભાઇ રવજીભાઇ વાટુકીયાની રમેશભાઇ કહે છે કે, અમારે પહેલાં કાચુ મકાન હતું એટલે પારાવાર મુશ્કેલીઓ પડતી હતી પરંતુ અમારી આવક પણ નહીવત અને પરિવારમાં મારી ધર્મ પત્ની અને મારા બે સંતાન એમ ચાર જેટલાં સભ્યો હોવાની…

Read More