IIT BOMBAY દ્વારા લેવાનાર GATE પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  IIT BOMBAY દ્વારા Graduate Test in Engineering (GATE) પરીક્ષાનાં પરીક્ષાર્થીઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૩-૪/૦૨/૨૦૨૪ તથા તા.૧૦-૧૧/૦૨/૨૦૨૪ નાં રોજ જ્ઞાનમંજરી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, સર્વે નં.૩૦, ઇસ્કોન ઇલેવન પાસે, સિદસર રોડ, ભાવનગર ખાતે યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. આ…

Read More

ભાવનગર કલેકટર કચેરી ખાતે તા. ૨૨ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      જિલ્લા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૪ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૨/૦૨/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૨/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.    

Read More

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ફેબ્રુઆરી-૨૦૨૪ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર- ભાવનગર ગ્રામ્ય, જિલ્લા વિકાસ અધિકારી- ઘોઘા તથા પોલીસ અઘિક્ષક – મહુવા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ…

Read More

પૂજ્ય શ્રી મોરારિ બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, ભાવનગર         મહુવાના તલગાજરડા ખાતે પૂજ્યશ્રી મોરારિ બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પૂજ્યશ્રી મોરારિ બાપુ એ જણાવ્યું હતું કે આપણા પાઠ્યક્રમ સાથે જ માનવીય અને સંવેદનના પાઠ ઉમેરવા શીખ આપી અને સરકાર દ્વારા શિક્ષણ માટેની થઈ રહેલી પ્રક્રિયા પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો. શ્રી મોરારિબાપુએ માનવ શરીર સાથે પાંચ વિષયો પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિના રૂપકો સાથે આ શરીરને પાઠ્યપુસ્તક સમજી અભ્યાસ કરવા શીખ આપી. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા એ જણાવ્યું હતું કે આજે…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં દ્વિચક્રિય, ફોર વ્હીલ, ટ્રાન્સપોર્ટ વાહનોની ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       એઆરટીઓ કચેરી ગીર સોમનાથ દ્વારા વાહન માલિકોને દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ32M.N.P.R.AB,AC,AD,AE તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ32K,AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજીની પક્રિયા હાથ ધરવામાં આવશે. જેમા ઈ-હરાજી માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ૦૨/૦૨/૨૦૨૪ (૩:૫૯:૦૦) સુધી તેમજ ઈ-હરાજી માં ઓનલાઈન બિડિંગ કરવાનો સમયગાળો તા.૦૨/૦૨/૨૦૨૪ (૦૪:૦૦:૦૦ PM) થી ૦૪/૦૨/૨૦૨૪ (૦૩:૫૯:૦૦) સુધીનો રહેશે. ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પરથી નોંધણી, યુઝર આઇ.ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર…

Read More

સિંધાજ ખાતે ફાયર ઇમરજન્સી સર્વિસિસ વેરાવળ દ્વારા યોજાઈ ફાયર અવેરનેસ ટ્રેનિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ફાયર ઇમરજન્સી સર્વિસિસ વેરાવળ દ્વારા શ્રી સિંધાજ કન્યા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી મળી રહે તે માટે ફાયર અવેરનેસ ટ્રેનીંગ તેમજ લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફાયરમેન વિક્રમભાઈ ખટાણા અને ડી.સી.ઓ હરદાસભાઈ ખેરે સિંધાજ કન્યા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને ફાયરને લગતી નાનામાં નાની બાબતોની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ફાયરના મહત્વના સાધનોને આફતના સમયે કઈ રીતે સ્થળ પર જ ત્વરાથી ઉપયોગ કરી શકાય તેમજ આ તમામ સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવામા આવતી તકેદારી વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. આ તકે,…

Read More

જસદણના લીલાપુર ગામે જુગારધામ ઝડપાયું

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી જસદણ પોલીસ ટીમ રાજકોટ રેન્જ, પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ટી.બી.જાની ની સુચના મુજબ પો.સબ.ઇન્સ. એમ.ડી.વાઘેલા સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટે.ના લીલાપુર ગામની સીમમાં ધનજીભાઇ રવજીભાઇ રામાણીની પોતાની માલિકીની વાડીએ જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડી રોકડ રકમ 29,600/- મોટર સાઇકલ નંગ -૨ કિં. રૂ. ૨૫૦૦૦/, મોબાઇલ નં -૪ કિં. રૂ. ૫૧,૦૦૦/…

Read More

જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના ગામડાઓને જોડતા વિવિધ રોડ-રસ્તાના કામોને મળી મંજૂરી

જામનગરના પ્રજાજનોની સુવિધામાં થશે વધારો હિન્દ ન્યુઝ,vજામનગર       રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર અને જોડિયા તાલુકાના અનેક ગામોને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જામનગરના પ્રજાજનોની સુવિધામાં વધારો કરતા નિર્ણય બદલ કૃષિ મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, જામનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ સાત વર્ષથી જૂના રસ્તાઓનું ‘કિસાન પથ યોજના’ તેમજ ‘ખાસ મરામત યોજના’ હેઠળ રીસર્ફેસિંગ કામ હાથ…

Read More

૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ ૨૦૨૩માં એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ‘ધોરડો વર્લ્ડ ટુરીઝમ વિલેજ-UNWTO’ની થીમ આધારિત ઝાંખી…

Read More

ગુલાબનગર શાળા નં.૫૯ ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તી અને આપત્તી વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત શહેરની ગુલાબનગર શાળા નં.૫૯ ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણી માટે વંદે ગુજરાત ચેનલ પર રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયા અને જી.એસ.ડી.એમ.એ.ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અનુપમ આનંદ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરાયાં હતા.આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રમાંથી શહેર પ્રાંત અધિકારી પી.બી.પરમાર, ડીઝાસ્ટર મામલદાર, ડીઝાસ્ટર ડીપીઓ તથા શહેર ફાયર વિભાગમાંથી ફાયર ઓફિસર અને ડીઝાસ્ટર પ્રોજક્ટ…

Read More