અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરના ભાગરૂપે

હિન્દ ન્યુઝ, જામનગર       તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત થઇ રહ્યો છે તે અનુસંધાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા અને રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કરેલ છે. જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સૂત્રને સાર્થક કરવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ દરમ્યાન ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને…

Read More

જામનગર જિલ્લા પંચાયત ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિષય આધારિત વર્કશોપનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં સર્વત્ર સ્વચ્છતાની કામગીરી નિયમિતપણે થતી રહે અને કચરાનો યોગ્યપણે નિકાલ કરવામાં આવે તે માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયત ભવનમાં ”સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ- પ્રિવેન્શન એન્ડ મિનિમાઈઝેશન ઓફ પ્લાસ્ટિક વેસ્ટ” આ વિષય આધારિત એક દિવસીય જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ફિઝીયોથેરેપી કોલેજ-જામનગર અને ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) ના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં રાજયકક્ષાના નિષ્ણાંતો હાજર રહ્યા હતા અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર ઉપસ્થિત સર્વેને સવિસ્તાર માહિતી આપી હતી. આ પ્રકારના આયોજનો થકી જિલ્લાના છેવાડાના…

Read More

જામનગર જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા લોકોને સાવચેતીના પગલા લેવા જરુરી સૂચનો કરાયા

સાવધાની અને સુરક્ષા સાથે ઉજવીએ ઉત્તરાયણનું પર્વ હિન્દ ન્યુઝ, જામનગર     જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી દ્વારા જામનગ૨ની જનતાને મક૨સક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે લોકો આ પર્વ સાવધાની અને સુરક્ષિત રીતે ઉજવે તે પ્રકારે અપીલ કરવામાં આવી છે. સાથે જ આ પર્વમાં સાવચેતીના ભાગરૂપે કેવા કેવા પગલાં લઈ શકાય, શું ક૨વું અને શુ ના કરવું તે અંગે જરુરી સૂચનો બહાર પાડવામાં આવ્યા છે. આટલું કરો પ્રાથમિક સા૨વા૨ની કિટ તૈયા૨ રાખો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ? તેની ખાત્રી કરો, માથા…

Read More

જામનગર જિલ્લામાં તા.22થી 25 જાન્યુઆરી દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર    વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જમજોધપુરમાં તા.22 થી તા.25 જાન્યુઆરી દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.22 જાન્યુઆરીના રોજ ધ્રોલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલના પંપ પાસે, તા.23 જાન્યુઆરીના રોજ કાલાવડમાં GEB ઓફિસની સામે, વાવડી રોડ, તા.25 જાન્યુઆરીના રોજ લાલપુરમાં માર્કેટિંગ યાર્ડની સામે, 66કેવી બાજુના મેદાનમાં અને તે જ દિવસે જામજોધપુરમાં ગૌશાળા પાસે નદીના કાઠા પરના મેદાનમાં તમામ પ્રકારના વાહનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. જે વાહન માલિકોએ પિયુસી ઓનલાઈન કઢાવેલ હશે તેમના જ વાહનોનું…

Read More

ઉડે આભમાં જ્યારે પતંગો તમારી, સંભાળજો એ આભમાં છે સવારી અમારી

હિન્દ ન્યુઝ, જામનગર       આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ થી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે તેથી તેમને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન 2024 ની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ જામનગર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકોના સાથ સહકારથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર…

Read More

લાલપુર તાલુકાના સણોસરા અને કાઠીતડ ગામે સંકલ્પ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

”વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હિન્દ ન્યુઝ, જામનગર   જામનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના સણોસરા અને કાઠીતડ ગામમાં ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય…

Read More

જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી સાતત્યપૂર્ણ રીતે થઈ શકે તેમજ અધિકારીગણ અને કર્મચારીગણને માર્ગદર્શન મળી રહે તેવા તમામ મુદ્દાની આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ગવર્નિંગ બોડી એજન્ડા, જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, નાણાંકીય આયોજન અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે ક્વોલિટી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, જન્મ-મરણ નોંધણી તેમજ માતા-બાળ આરોગ્ય કામગીરી વિશે જરૂરી સુચના સમિતિના…

Read More

સિક્કા ખાતે ગર્ભાશયના મુખના કેન્સર માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું

જાન્યુઆરી મહિનો સર્વાઈકલ કેન્સર અવેરનેસ મંથ હિન્દ ન્યુઝ, જામનગર      ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર ભારતીય સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં બીજા નંબરે છે. જાન્યુઆરી મહિનાને ગર્ભાશયના મુખના કેન્સરના મહિના તરીકે ઉજવવામાં આવે છે જે અનુસંધાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગરના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્ય અંતર્ગત રિલાયન્સ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને પીએસએમ વિભાગ, એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જામનગરના સંયુક્ત ઉપક્રમે સિક્કા ખાતે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેન્સર માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના લક્ષણોની તપાસ, તેના સામાન્ય લક્ષણો અને ઉપલબ્ધ સારવાર તથા તેનાથી બચાવ માટે…

Read More

જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોગ શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાં યોગ અને ખેલ-કૂદને પ્રોત્સાહન મળી રહે તેમજ નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગરમાં સ્થિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર- લાખાબાવળ ખાતે જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અધ્ય્ક્ષસ્થાને ત્રિ-દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યોગ સાધકોને શિબિરને અનુરૂપ માહિતી વી.પી.જાડેજાએ પુરી પાડી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ યોગની તાલીમ જિલ્લાના છેવાડાનાં માનવી સુધી પહોંચે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ…

Read More

લાલપુર તાલુકામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાના પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે હેતુથી પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલન ક્ષેત્રના નિષ્ણાંત વક્તાઓ દ્વારા પશુપાલન વિભાગની તમામ સહાયકારી યોજનાઓ, પશુ સંવર્ધન, પશુ પોષણ, પશુ રહેઠાણ, પશુઓમાં થતા રોગો અને તેના ઉપચાર, પશુપાલન થકી ખેડૂતોની આવક વધારવાના ઉપાયો તેમજ પશુપાલન વિભાગ વિશે ખેડૂતો અને પશુપાલકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, નાયબ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના), મદદનીશ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ…

Read More