108 એમ્બ્યુલન્સના નિષ્ઠાવાન અને કર્મઠ સ્ટાફ દ્વારા દર્દીનો 6 લાખથી વધુનો કિંમતી સામાન પરત કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર       ફલ્લા ગામ નજીક રામપર પાટીયા પાસે 40 વર્ષીય મહેશભાઈ નારણભાઈ શીલુ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઢોર આડુ ઉતરતા બાઈકનું બેલેન્સ ખોરવાયું હતું અને મહેશભાઈનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ સ્થળ પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. નજીકથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા જામનગર 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. ગીતાબેન તથા ડ્રાઇવર ગજેન્દ્રસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહેશભાઈને વધુ સારવાર અર્થે શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે લવાયા…

Read More

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે મતદાન જાગૃતિનો સંદેશો આપતી સુંદર રંગોળીનું જિલ્લા કલેકટર કચેરી ખાતે નિર્માણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે 14 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના નાગરિકો મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તેવા ઉમદા હેતુથી મતદાન જાગૃતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં નાગરિકોને સંદેશો આપતી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રંગોળીના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના કર્મયોગીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.  

Read More

સિક્કા માધ્યમિક શાળામાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને એનિમિયા, ટીબી, રક્તપિત્ત, કુપોષણ જેવાં ગંભીર રોગો વિશે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, સિક્કા    જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકા સંચાલિત સિક્કા માધ્યમિક શાળામાં ૩૧૦ જેટલા વિદ્યાર્થીઓને એનિમિયા, ટીબી, રક્તપિત્ત, કુપોષણ જેવાં ગંભીર રોગો વિશે કાર્યક્રમ દ્વારા વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. એનિમિયા મુક્ત ભારત અંતર્ગત કુપોષણને કારણે એનિમિયા વધતો જાય છે તેને અટકાવવા કેવો પોષણયુક્ત આહાર લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી, ગળફામાં લોહી નીકળવું, ભૂખ ન લાગવી કે વજન ઘટી જવો જેવાં લક્ષણો હોય તો તેની તપાસ અને દર્દીને શું કાળજી રાખવી જોઈએ અને ટીબી અટકાવવા માટે શું કરવું…

Read More

ખીમરાણા ગામે રહેતા સગર્ભાને સમયસર સારવાર મળતા જોખમ ટળ્યું

હિન્દ ન્યુઝ, ખીમરાણા        જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા ભાવનાબેન પ્રકાશભાઈ ધારવિયાને માથું દુખવું ,ખાલી ચડવી તેમજ ઉલટી ઊબકા જેવી તકલીફ થતા ખીમરાણા સબ સેન્ટર ગયા હતા. પ્રાથમિક તપાસમાં પ્રેગનન્સી ટેસ્ટ, એચ.બી, વજન, ઉંચાઈ, ડાયાબીટીસ, યુરીન, સુગર વગેરે જેવી તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રેગનન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ બ્લ્ડપ્રેશર પણ વધારે આવ્યું હતું. સગર્ભા સમય દરમિયાન જો બીપી વધારે હોય તો પ્રીએક્લેમ્પ્સીયાની નિશાની ગણાય છે. પરંતુ માતા અને બાળક સ્વસ્થ રહે માટે આરોગ્ય ટીમ દ્વારા સગર્ભાને કેસ પેપર આપી જામનગરની જીજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.…

Read More

જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર      ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થયેલ હોઈ દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ૧૪ મા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જામનગર જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની…

Read More

કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જે અન્વયે ૨૦૧૧ થી દર વર્ષે ૨૫મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગીર-સોમનાથ કલેક્ટર એચ. કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ આધારીત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ૧૪માં ” રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.           કલેકટર એચ.કે.વઢવાણિયાએ હાઉસ ટુ હાઉસ તેમજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરેલ કામગીરી અન્વયે, શ્રેષ્ઠ સેકટર ઓફિસર, શ્રેષ્ઠ બી.એલ.ઓ., કેમ્પસ એમ્બેસેડર…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં પ્રજાસતાક દિનની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા કલેકટર એચ. કે. વઢવાણિયા જિલ્લાના નાગરિકોને અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર-સોમનાથ જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી સૂત્રાપાડા ખાતે કરવામાં આવનાર છે. તેને અનુલક્ષીને જિલ્લા કલેકટર એચ. કે. વઢવાણિયાએ ૭૫માં પ્રજાસતાક પર્વની જિલ્લાના નાગરિકોને શુભકામનાઓ પાઠવી પ્રજા તંત્રના આ તહેવારમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો છે.          કલેકટરએ જિલ્લાના પ્રજાજનોને પ્રજાસતાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ૭૫માં પ્રજાસત્તાક દિનની સ્કૂલો, કોલેજો, સરકારી કચેરીઓ સહિતની જગ્યાઓ ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સૂત્રાપાડાના ખાતે કરવામાં આવશે.            …

Read More

ભાવનગરમાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ના ઉજવણી અન્વયે ‘તેજસ્વિની મહાનગરપાલિકા’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર “રાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણીનાં ભાગરૂપે આજે મહિલા અને બાળવિકાસ વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા, આઈ.સી.ડી.એસ. ભાવનગર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં સંયુકત ઉપક્રમે “તેજસ્વિની મહાનગરપાલિકા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓ દ્વારા અનેક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સામાજિક દુષણો, આરોગ્ય અને પોષણ, જાતિગત સમાનતા અને દીકરીઓનાં હક્ક અને અધિકાર. જન્મ અને શિક્ષણ, પૂર્ણા યોજના અને આઈ.સી.ડી.એસ. યોજનાથી મળતા લાભો અંગે બાલિકાઓ દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણ, નારી શક્તિ અને મતદાન જાગૃતિ અભિયાન, ૩૩% મહિલા અનામત, આરોગ્ય અને પોષણ, દીકરીઓના હક અને અધિકાર…

Read More

ભાવનગર જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ‘તેજસ્વિની જિલ્લા પંચાયત’ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તા.૨૪/૦૧/૨૦૨૪ના રોજ “તેજસ્વિની જીલ્લા પંચાયત”નું આયોજન સંવાદ હોલ, જીલ્લા પંચાયત ખાતે યોજવામાં આવેલ હતો. જેનું સમગ્ર સંચાલન બાલિકાઓ દ્રારા કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય બાલિકા દિવસ કાર્યક્રમની શરૂઆત મહાનુભાઓ અને દીકરીઓના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે બાલિકાઓ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, ICDS શાખા જીલ્લા પંચાયત દ્રારા ઉદ્બોધન કરવામાં આવેલ હતું. ત્યારબાદ જેમ જીલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળે છે તે…

Read More

મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું’ થીમ પર કરાશે ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર  તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં થનાર આ ઉજવણીમાં ‘હું ભારત છું’ ગીત સાથે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.  આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૩ તથા ડિઝીટલ કન્ટેન્ટ કૉમ્પિટીશનની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્ય ચૂંટણી…

Read More