છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત સ્લીપર કોચ બસ ની સુવિધા શરૂ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        બોડેલી ડેપો ખાતે નવી સ્લીપર કોચ બસનુ ઉદ્ઘાટન જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન મહારાઉલ તેમજ બોડેલી ડેપો મેનેજર એસ. પી વસાવા અને મોટી સંખ્યામાં એસ ટી ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ વખત એસટી નિગમ દ્વારા સ્લીપર કોચ ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ બસ બોડેલીથી 1/30 વાગે ઉપાડી વાયા કવાંટ થઈ ગઢશીશા, કચ્છ સુધી જશે. જ્યારે ત્યારથી રિટર્નમાં આ બસ રોજ બપોરે 2 વાગે બોડેલી આવવા નીકળશે. કામકાજ…

Read More

કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે બેઠક યોજાય

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે સંકલન હોલ ખાતે યોજાય હતી. આ બાબતે કલેક્ટર એ છોટાઉદેપુર જિલ્લામાં રક્તપિત્ત અંગેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં રક્તપિત્તના દરેક દર્દીને સમયસર સારવાર મળી રહે તે બાબતે સૂચન કર્યું હતું. આ અભિયાન માહિતી આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં તા.૧૯મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી રક્તપિત્ત શોધ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન હેઠળ ૧૧૦૦ ટીમો દ્વારા જિલ્લાના કુલ ૧૩ લાખથી વધુ લોકોની રક્તપિત્ત અંગેની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જેમાં આશાવર્કર બહેનો મહિલાઓની જ્યારે પુરુષ વોલેન્ટીયર…

Read More

કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા મહિલા સુરક્ષા સમિતીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં મહિલાઓને અભયમ અને 181 મુજબ અપાતી સેવાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.  કલેક્ટરએ મહિલા સમિતિના સભ્યો પાસે મહિલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સલામતી માટે સલાહ અને સૂચનો મંગાવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી દર વર્ષે છોકરીઓને આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સશની ટ્રેઈનિંગ પર ચર્ચા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે ૨૨૦૦ વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સેલ્ફ ડીફેન્સની ટ્રેઈનિંગ આપવામાં આવી હતી . સાંસદસભ્યશ્રી ગીતાબેન રાઠવાએ સંખેડામા બનેલી ઘટના ફરી ન બને તે માટે…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જામનગર તાલુકાના ગાગવા તથા રસુલનગર ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જામનગર      કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને ઘર આંગણે જ વિવિધ યોજનાકિય લાભો આપી મદદરૂપ થવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જામનગર તાલુકાના ગાગવા તથા રસુલનગર ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય…

Read More

લાલપુર તાલુકાના મુરીલા ગામે સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના મુરીલા ગામમાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.   આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસ કરાવી હતી. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયતના સદસ્ય…

Read More

જામનગરમાં આગામી તા.08 જાન્યુઆરીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર ઓદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા આગામી તા.08 જાન્યુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉક્ત ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ આગામી તા.08 જાન્યુઆરીના રોજ આઈ.ટી.આઈ. ઈન્સ્ટિટ્યૂટ, ચોથો માળ, સેમિનાર હૉલ ખાતે સવારે 10:30 કલાકે તેમના બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને તેમના ફોટોગ્રાફની નકલ સાથે ઉપસ્થિત રહેવું. તેમ, આચાર્યશ્રી, ઓદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.      

Read More

ભાવનગર જિલ્લામાં તા. ૮ જાન્યુઆરી થી ખેલ મહાકુંભ ૨.૦ નો પ્રારંભ ૦૦૦૦૦૦ રમશે ગુજરાત, જીતશે ગુજરાત…. જિલ્લામાં ૨.૪૩ લાખ અને શહેરમાં ૧.૨૦ લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ૦૦૦૦૦૦ ખેલ મહાકુંભ ૨.૦ ના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ ૦૦૦૦૦૦ ભાવનગર જિલ્લામાં આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ ૨.૦નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ અંગે કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી તેમજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નાયબ કમિશ્નર(એડમીન) શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ ૨.૦ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. ૦૮-૦૧-૨૦૨૪ અને તા. ૦૯-૦૧-૨૦૨૪ના રોજ શાળા/ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થનાર છે…

Read More

ભાવનગર જિલ્લામાં તા. ૮ જાન્યુઆરી થી ખેલ મહાકુંભ ૨.૦ નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ ૨.૦નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ અંગે કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી તેમજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નાયબ કમિશ્નર(એડમીન) શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ ૨.૦ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. ૦૮-૦૧-૨૦૨૪ અને તા. ૦૯-૦૧-૨૦૨૪ના રોજ શાળા/ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થનાર છે યોજવામાં આવનાર છે ત્યારે ખેલ મહાકુંભ ૨.૦ના શાળા કક્ષાના સુચારુ આયોજન દ્વારા વધુ ખેલાડીઓ પ્રોત્સાહિત થઈ સહભાગી થાય તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી તથા યથાયોગ્ય સૂચનો પણ જે તે વિભાગના અધિકારીઓને આપ્યા હતા.…

Read More

ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તકનીકીક્ષેત્રની નવી પેઢી એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વર્કશોપ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર   વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે, રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5-દિવસની તાલીમ/વર્કશોપ નું આયોજન તા. 8-12 જાન્યુઆરી, 2024 દરમિયાન કરવામાં આવેલ છે. આજના ઝડપથી વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) મહત્વની ભૂમિકા ભજવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) એ કમ્પ્યુટર સિસ્ટમ્સના વિકાસનો ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત તા.૦૭/૦૧/૨૦૨૪ નાં રોજ સવારનાં ૧૦-૦૦ થી ૦૧-૦૦ અને બપોરના ૦૩-૦૦ થી ૦૬-૦૦ કલાક દરમ્યાન ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની ભરતી માટેની પ્રીલીમીનરી પરીક્ષાઓ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે…

Read More