જામનગરના સુપ્રસિદ્ધ અને આઈકોનિક સ્થળ સમાન રણમલ તળાવની પાળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર        સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.01 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે, આજરોજ તા.01 જાન્યુઆરીના રોજ જામનગર શહેરની શાન સમા અને જામનગરના આઈકોનિક સ્થળોની યાદીમાં સમાવિષ્ટ એવા રણમલ તળાવની પાળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર વહીવટી વિભાગ, જામનગર મહાનગરપાલિકા…

Read More

સુરત ખાતે શ્રી વઘાસીયા પરિવાર – સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ નું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત            શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા તા. ૩૧.૧૨.૨૦૨૩ ના રોજ રજવાડી પાર્ટી પ્લોટ અમરોલી ખાતે સુરત માં વસતા વઘાસીયા પરિવાર નું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવેલ. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા એ જણાવેલ કે સમાજ ને નુકશાનકર્તા જૂની રૂઢિગત પરંપરાઓ તોડી ને, કુરિવાજો છોડી ને અને અંધશ્રદ્ધા ત્યાગી ને છેલ્લા ઘણા વર્ષો થી શ્રી વઘાસીયા પરીવાર નોલેજનાં માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે નવી પેઢી માં નવા વિચારો નું સિંચન કરવા, નવા આયામો ને સ્વીકાર…

Read More

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનીક સ્થળ રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો

રોગને પડકાર,સૂર્યને નમસ્કાર હિન્દ ન્યુઝ, મહીસાગર      નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વિશ્વ વિક્રમમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. આજે નૂતનવર્ષના પ્રારંભે તા.૦૧ જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનીક સ્થળ રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો હતો. રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા…

Read More

આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, આણંદ દર વર્ષે તારીખ ૨૪ થી ૩૦ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ  સાયન્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતર્ગત અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગના વડા ડો. વિનાયક. એચ. પટેલ, અધ્યાપિકા ડો. કોમલ પટેલ અને જનરલ હોમ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનના માધ્યમ દ્વારા તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગ્રાહકોને ખોરાકમાં થતી વિવિધ ભેળસેળ અને તેનાથી થતી સ્વાસ્થ્ય…

Read More

આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે

હિન્દ ન્યુઝ, આણંદ આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાનમાં લઇ ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઇ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનનું કાર્ય આરંભાયું છે. જે અંતર્ગત આજે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ કલેકટર કચેરી ખાતેથી ૧૬ – આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગના મતદારોની જાગૃતિ માટેના આ મોબાઇલ નિદર્શન વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ અંધ સર્વોદય મંડળના માધ્યમથી “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ વાઈબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સિટી બ્યુટીફીકેશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંધ સર્વોદય મંડળના માધ્યમથી તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ શ્રી અરવિંદભાઈ મણીઆર ઓડીટોરિયમ, જ્યુબિલિ ગાર્ડન, જ્યુબિલિ ચોક પાસે, રાજકોટ ખાતે “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો હતો. “સંગીત સંધ્યા”ના પ્રારંભે કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. અંધ સર્વોદય મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી બેરોજગાર પ્રજ્ઞાચક્ષુ કલાકારોને સ્ટેજ પુરૂ પાડવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન…

Read More

આણંદ અમુલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ  મોઢેરા સૂર્યમંદિર સહિત રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ એ વિશ્વ વિક્રમ સર્જ્યો છે જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. સૂર્ય નમસ્કાર એ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી  દરેક વ્યક્તિ યોગના મહત્વને સમજીને તેને જીવનનો ભાગ બનાવે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિના ભાગરૂપે રાજયના તમામ જિલ્લાઓ/મહાનગરપાલિકાઓ તેમજ આઇકોનીક જગ્યાઓ મળી ૧૦૮ જગ્યાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા.  આણંદ ખાતે સોમવારે અમુલ ડેરી, આણંદ ખાતે…

Read More