કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઉડાન ભરતા કુડા ગામના પાયલબેન

અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા ગામ કુડાના વતની પાયલબેન કાનજીભાઈ બારૈયા જે એકપગથી  છે તેઓએ વિપરીત પરિસ્થિતિમાં પણ મક્કમ મન સાથે દોડીને એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. વાત છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું એક નાનકડું એવું કુડા ગામ જ્યાં વાડી વિસ્તારમાં રહેતા અને અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ એટલું જ ધ્યાન આપતા અને વાડી વિસ્તારમાં રહેતા કે જ્યાં દોડવા માટે પણ કોઈ પણ પ્રકારનું મેદાન કે ગ્રાઉન્ડ પણ નથી તેમ છતાં પાયલબેન કાનજીભાઈ બારૈયા કે જેઓ એક પગ થી ફીઝીકલ હેંડીકેપ છે તેમ છતાં નાનપણથી જ રમત ગમત માં રુચિ ધરાવતા હતા. પાયલબેન એક સામાન્ય પરિવાર માંથી આવે છે જેમાં પાયલબેન ના પિતા હીરા ઘસવાનું કામ કરે છે અને પાયલબેનના માતા આંગણવાડી વર્કર તરીકે કામ કરે છે દિવ્યાંગતને હાવી થવા દીધા વગર ખૂબ જ મહેનત કરીને કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા તેઓએ દેશપરદેશના સીમાડા છોડીને વિદેશમાં પણ દોડમાં ભાગ લઈને ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે એવું કહેવાય છે ને કે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી એવી જ રીતે પાયલબેન પણ મનથી નક્કી કરી રાખ્યું હતું કે ફીઝીકલ હેંડીકેપ હોવું એ માત્ર શારીરિક ખામી છે પણ જો મનથી દ્રઢ નિર્ણય હોય અને મન થી તમે કાંઈક કરી ચૂંટવાની ભાવના ધરાવતા હોય તો શારીરિક ખામી ક્યાંય આડી આવતી નથી.

એવી જ રીતે એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા પાંચમી દિવ્યાંગ રમતનું આયોજન નવી દિલ્હીમાં ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૩ માં આ રમત યોજવામાં આવી હતી જેમાં પાયલબેન કાનજીભાઈ બારૈયાએ પહેલા નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારબાદ એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા જ ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકનું આયોજન કંબોડીયા ખાતે કરવામાં આવેલ જેમાં પણ પાયલબેન દ્વારા પહેલો નંબર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કંબોડીયામાં એશિયાના ૧૬ દેશ વચ્ચે આ સ્પર્ધા હતી જેમાં “સી” ગ્રૂપમાં ૧૦૦ મીટર દોડમાં પાયલબેન ગોલ્ડ મેડલ તેમજ ૨૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Related posts

Leave a Comment