સુફલામ કેનાલ માંથી પિયત માટે પાણી મેળવવા ખેડૂત ને ચાર્જ ચૂકવવો પડશે

હિન્દ ન્યૂઝ, દિયોદર

                                                   દિયોદર અને લાખણી તાલુકા માંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં પાણી ના છોડતા ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરી રજુઆત કરાઈ હતી. જેમાં એકાએક સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડતા ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી હતી. પરંતુ નર્મદા વિભાગ ના અધિકારીઓ દ્વારા દિયોદર તાલુકા ના જસાલી, સોની નવાપુરા ગામ માં ખેડૂતો સાથે બેઠક યોજી પ્રશ્ન નું નિવારણ આવે તે માટે પ્રયત્નો કર્યા હતા અને હેકટર દીઠ પાણી માટે ખેડૂતો ને 630 રૂપિયા ચૂકવવા જણાવતા ખેડૂતો રોષે ભરાયા હતા. આ બાબતે સ્થાનિક ખેડૂત દ્વારા આક્ષેપ કર્યો હતો કે સુજલામ સુફલામ કેનાલ માં પાણી ન છોડતા આ વિસ્તાર માં પાણી ના તળ નીચે જઈ રહ્યા છે. જેમાં પિયત ની ખેતી થતી નથી અમો એ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે યોગ્ય ધોરણે પાણી છોડવામાં આવે અમારી રજુઆત સાંભળી સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ નર્મદા વિભાગ ના અધિકારીઓ દ્વારા અમારી સાથે બેઠક યોજી હેકટર દીઠ 630 રૂપિયા ચૂકવવા જણાવ્યું છે. ખેડૂતો પાણી માટે રૂપિયા ચૂકવી દેશે પણ સરકાર ને ગંભીર પરિણામ ભોગવવું પડશે તેવા આક્ષેપો ખેડૂતો કર્યા હતા.

આ બાબતે ખેડૂતો એ જણાવેલ કે જે તે સમય નરેન્દ્રભાઈ મોદી ની સરકારે સરહદી વિસ્તાર માં ભૂગર્ભ જળ ઉંચા આવે તે હેતુ થી આ કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ અત્યારે સરકાર એક મહિને હેકટર દીઠ 630 રૂપિયા વસુલવાનું કહે છે ખેડૂતો રૂપિયા ભરી દેશે પરંતુ આ ખોટું છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment