મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ઉના ખાતેના કાર્યક્રમ સંદર્ભે ઇણાજ ખાતે બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

તા. -૩૦, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તા.૦૩-જાન્યુઆરી નાં રોજ ઉના ખાતે આવનાર છે. તેમના આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા સેવા સદન, ઇણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

                                         મુખ્યમંત્રી આગામી તા. ૦૩/૦૧/૨૦૨૧ નાં રોજ ઉના ખાતે કિસાન સર્વોદય યોજના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થવાના હોય, તેમની સુરક્ષા તેમજ વાહન પાર્કિંગ, સ્ટેજ, ડોમ અને શ્રોતાઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા, રોડ-રસ્તાની સ્વચ્છતા, મેડીકલ ટીમ સંદર્ભે સબંધિત અધિકારીઓએ કરવાની થતી કામગીરી અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. કલેકટરએ સબંધિત અધિકારીઓને કોવીડ-૧૯ માર્ગદર્શીકા મુજબ અને ફાળવેલ કામગીરીમાં ચોકસાઇ રાખી વધુ સારી રીતે કામગીરી કરવાની તાકીદ કરી હતી.

                                        આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.કે.પટેલ, ઉના પ્રાંત અધિકારી જે.એમ.રાવલ, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, મામલતદાર એચ.આર.કોરડીયા, પી.જી.વી.સી.એલ. મેનેજીંગ ડિરેકટર શ્ર્વેતા ટીઓટીઆ, ચીફ ઇજનેર પીજીવીસીએલ જે.જે.ગાંધી, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ અમરેલી જેટકો પી.સી. કાલરીયા, અધિક્ષક ઇજનેર જેટકો જુનાગઢ ડી.સી.વૈશ્નાણી અને પી.એન.આજખીયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment