દિયોદર વિશ્વકર્મા જ્યંતી નિમિતે જાહેર રજા જાહેર કરવા આવેદનપત્ર પાઠવી સરકાર ને રજુઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર મામલતદાર કચેરી ખાતે આજે સમસ્ત દિયોદર સુથાર, સમાજ દ્વારા વિશ્વકર્મા જ્યંતી નિમિતે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે મામલતદાર ખાતે સરકાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી.

                                             દિયોદર સુથાર સમાજ ના આગેવાનો એ સોસીયલ ડિસ્ટન રાખી જાહેર રજા ની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે પોહચ્યા હતા. જેમાં મામલતદાર કે ઠાકોર સમક્ષ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી રજુઆત પહોંચે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતે સુથાર સમાજ ના આગેવાનો એ જાહેર રજા ની માંગ સાથે જણાવેલ કે અમારી વિશ્વકર્મા વંશજોની માંગણી છે કે ગુજરાત માં વિશ્વકર્મા વંશજો ની વસ્તી 10% જેવી હોવા છતાં અમારા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુ ના જન્મ દિન શ્રી વિશ્વકર્મા જ્યંતી ના જાહેર રજા માં આજદિન સુધી સમાવેશ થયેલ નથી. જે બાબતે સમગ્ર ગુજરાત માં એક સાથે માગણી કરવામાં આવે છે કે વિશ્વકર્મા પ્રભુના જન્મ દિન વિશ્વકર્મા જ્યંતી નિમિતે જાહેર રજા જાહેર કરવા અમો એ રજુઆત કરી છે. જેમાં ગુજરાત સરકાર અમારી માગણી ધ્યાને જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી માંગ છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment