હિન્દ ન્યૂઝ, ડભોઇ
ડભોઇ નજીક મોટા હબીપુરા ગામે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ યશવી કીર્તિકુમારે જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં સુગમ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. સુગમ સંગીત સ્પર્ધામાં નોબલ પબ્લિક સ્કૂલ ની વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારતા હવે રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બહાર લાવે તે માટે રાજ્યવ્યાપી રમત ગમત માટેનું અભિયાન ચલાવી છે. સરકારી અભિયાનને સફળ બનાવવા તેમજ વિદ્યાર્થીઓમાં ખેલ જગત પ્રત્યે રસ-રુચિ ઉભી થાય તેવા ઉમદા હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે સ્પર્ધકોએ પોતાની પ્રતિભા ની સીડી બનાવી જિલ્લા કક્ષાએ મોકલી હતી. જેથી નિર્ણાયકોએ જુદી જુદી શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓની સીડી ની ચકાસણી કરી હતી અને તેમની પ્રતિભાને જોઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ડભોઇ નજીકની મોટા હબીપુરા ખાતે આવેલ નોબલ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની પટેલ યશવી કીર્તિકુમારે સુગમ સંગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે. જે બદલ નોબેલ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી એ એ માધવાણી સર અને શાળા પરિવાર દ્વારા તેને હાર્દિક શુભકામના પાઠવી. આ વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ પણ પોતાનું અને શાળાનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આમ શાળાના પ્રમુખ એ માધવાણી સર ના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓ માં સારી એવી રીતે પોતાની પ્રતિભાવ વ્યક્ત કરી સ્પર્ધાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. જે નોબલ પબ્લિક સ્કૂલ અને ડભોઇ તાલુકા માટે ગૌરવની બાબત બની રહે છે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ
