આનંદ ટાઉન પો.સ્ટેના શાસ્ત્રી બાગ પાસેથી એક ઈસમને ભારતીય બનાવટી ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, તથા ૨,૦૦૦ ના દરની નકલી ચલણી નોટો નંગ-૨૨૮ (ભારતીય ચલણ મુજબની (હક.રૂ.૧,૨૮,૨૫૦/-) ના જથ્થા સાથે પકડી પાડતી આનંદ ટાઉન પોલીસ

હિન્દ ન્યૂઝ, આણંદ

                                          તા.૩૦/૧૨/૨૦૨૦ ,આણદં શહરે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે તેમજ દેશના અર્થતંત્ર ને કેટલાક દેશ વિરોધી માણસ ધરાવતા વ્યક્તિઓ/ સંસ્થાઓ ભારતીય બનાવટ ની નકલી ચલણી નોટો મોટા પ્રમાણમા આપી તે નોટો ને વ્યવહારો મા ફેલાવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોને પહોંચી વળવા પોલીસ અધીક્ષક અજીત રાજીયાણ તથા નાયબ પોલીસ અધીક્ષક બી.ડી.જાડેજા નાઓએ આપલે સુચના આધારે પો.ઈ. વાય.આર.ચૌહાણ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.કે.જી.ચૌધરી નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન પો.કો. સચીન વસંતરાવ તથા પો.કો. રાજનસસિંહ બંસીધર નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરનુલાલ અને સિલ્વર પટ્ટા વાળુ હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મો.સા. નં બર GJ-23-BQ-7127 ઉપર એક ઈસમ ભારતીય ચલણની જુદા જુદા દરની ઘણી બધી બનાવટી નોટો લઈ આણદં શહરનાં વિસ્તારમાં વટાવવા માટે આવી રહેલ છે અને તેઓ પોતાના કબ્જાની મો.સા. લઈ ચીખોદરા ચોકડી તરફથી આવી ગણેશ ચોકડી થઈ ગરુદ્વારા સર્કલ થઈ આણંદ ગંજ બજાર તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે એ ઈસમ ને રોકી નામ ઠામ પુછતા જીગ્નેશકુમાર ભુપેન્દ્ર ભાઇ પટેલ ઉ.વ. ૪૬ રહે.ઓડ ગામ સરદાર ચોક, ગાયત્રી મંદિર પાસે તા.જી.આણદં નો હોવાનું જણાવેલ અને તેની અંગ તપાસ કરતા તેઓના કબ્જામાંથી કેટલીક નકલી ભારતીય ચલણી નોટો મળી આવતા આ બાબતે પુછ પરછ કરતા આ નોટો પોતાના રહેણાંક મકાને કલર પ્રિન્ટર મારફતે છાપેલ હોવાનું જણાવતા તે ઈસમને સાથે રાખી તેઓના રહેણાંક મકાને જઈ તપાસ કરતા અન્ય ઘણી નકલી ભારતીય બનાવટ ની નોટો તેમજ નોટો બનાવવા ના સાધનો મળી આવ્યા. મળેલ મદ્દુામાલ માં રૂ.૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ તથા રૂ.૧૦૦૦/- ના દરની કુલ નોટો નગં ૨૨૮ જેની ભારતીય ચલણ માં રૂ. ૧,૨૮,૨૫૦/- જેની  હક.રૂ.૦૦/૦૦ તથા મો.સા. હક.રૂ.૨૫,૦૦૦/- તથા કલર પ્રિન્ટર હક.રૂ. ૮,૦૦૦/- તથા  ભારતીય ચલણના ૫૦૦ તથા ૨,૦૦૦ ના દરની છપાયેલ A4 સાઈઝના કાગળો, કટર, કાતર તથા લીલા કલર મળી કુલ હક.રૂ. ૩૩,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપાયો. આ આરોપી પોતાના ઘરમાં આવેલ એકાંત રૂમમાં તેની પાસેના કલર પ્રિન્ટર મારફતે ભારતીય ચલણની નકલી નોટો છાપી બજારમાં ભીડ-ભાડ વાળી દુકાનમાં તથા સાજં ના સમયે જેદુકાનના કાઉન્ટર ઉપર સીનીયર સીટીઝન બેઠેલ તેવી દુકાનમાં જઈ આ ભારતીય ચલણની નકલી નોટો દુકાનમાથી કઈક વસ્તુ ખરીદી કરી નકલી નોટો બજારમાં ચલાવતો હતો.

નોંધ:-

આજદિન સુધી આવી નકલી નોટો રૂ. ૬૦,૦૦૦/- થી રૂ. ૭૦,૦૦૦/- સુધી ની રકમની બજારમાં ચલાવ્યાની કબૂલાત કરેલ છે.

આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધીકારી તથા કર્મચારી ટીમ માં પો.ઈન્સ વાય.આર.ચૌહાણ તથા પો.સ.ઈ. કે.જી.ચૌધરી, A.S.I રામભાઈ વેલા ભાઈ, H.C નટવરભાઈ હીરા ભાઈ, P.C માં રાજનવસિંહ બંસીધર, સચીન વસંત રાય, ગોપાલભાઈ ભીખાભાઈ, પ્રદીપ સિંહ પ્રવિણવસિંહ, ભગીરથવસિંહ ભરતસિંહ ઓ એ મળી કામગીરી કરેલ.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment