કેસૂડાંના ફૂલમાંથી પ્રોડક્ટ બનાવીને આત્મનિર્ભર થઈ તાપી જિલ્લાની બહેનો

તા. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026

હિન્દ ન્યુઝ, સુરત

     તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની આદિવાસી બહેનોએ પૂર્ણા સખી મંડળ રચીને પ્રાકૃતિક ઘટકોમાંથી સાબુ બનાવવાની શરૂઆત કરી. સરકારી મેળા અને ‘સહયોગ સખી સંઘ રેંગણકચ્છ’ના સહકારથી આ પ્રોડક્ટના વેચાણ માટેનું સારું પ્લેટફોર્મ મળ્યું, ફેબ્રુઆરીમાં પૂર્ણા સખી મંડળે કુલ રૂપિયા 1.10 લાખનું વેચાણ કર્યું.

અમે કેસૂડાં, એલોવેરા, લેમન, કેસર-ચંદન, લીમડો જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને સાબુ બનાવવાનું શરૂ કર્યું. ઉનાળાની સિઝનમાં કેસૂડાના સાબુની વધતી માગને કારણે આવક રૂપિયા 45થી 50 હજાર સુધી પહોંચી જાય છે : કોકિલાબેન

Related posts

Leave a Comment