તોરી ગામ માં વરસાદ હોવા છતાં ગ્રામજનોને પીવાના પાણીના ફાંફા…….

અમરેલી,

તા .૩ અમરેલી જીલ્લાના કુકાવાવ વડીયા તાલુકાના તોરી ગામ ની કઠણાય ના કારણે તોરી ગામ ના લોકોના પ્રશ્નોનો જે છે એ હમેશા સત્ય છે, કે આટલો બધો વરસાદ હોવા છતાં કેમ તોરી ગામને પીવાનુ પાણી મળતું નથી ?  અગાઉ આગળ ના સાતેક વર્ષ માં બે થી ત્રણ વખત વાસ્મો યોજના પણ પાસ થયેલ છે, તો તેનો પણ કોઈ પ્રકારનો ઉકેલ નથી આવતો. હાલ તોરી ગામ ના તમામ લોકો નું કેહવું છે કે પાણી પ્રશ્ને રાજકારણ રમાઈ રહ્યું છે અને ગામની આ ભોળી પ્રજા તેમાં ભોળવાય જાય છે અને કોઈ પણ પ્રકારના રાજકીય ક્ષેત્રે બેઠેલા નેતાઓ કોઈ પણ રીતે ધ્યાન આપતા નથી અને જ્યારે જ્યારે લોકો પાસેથી મત ની માંગણી કરતાં હોય ત્યારે જ આ બધા લોકો અનેક પ્રકારના વાયદાઓ આપતા હોય છે. પરંતુ ગ્રામજનોનું કહવું છે કે તંત્ર જે ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે તે થોડું જાગીને તોરી ગામ ની જે પરિસ્થિતિ છે તેમાં સહ ભાગી બંને એવી અપેક્ષા કરવામાં આવે છે.

રિપોર્ટર : જિતેન્દ્ર હરખાણી, અમરેલી

Related posts

Leave a Comment