આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, આણંદ

દર વર્ષે તારીખ ૨૪ થી ૩૦ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ  સાયન્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતર્ગત અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગના વડા ડો. વિનાયક. એચ. પટેલ, અધ્યાપિકા ડો. કોમલ પટેલ અને જનરલ હોમ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનના માધ્યમ દ્વારા તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગ્રાહકોને ખોરાકમાં થતી વિવિધ ભેળસેળ અને તેનાથી થતી સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર વિશેની જાણકારી આપવા માટે એક રેડિયો જીંગલ રજૂ કરવામાં આવી હતી. 

તદઉપરાંત, તા. ૨૮/૧૨/૨૦૨૩ના રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ધો.૭ ના વિદ્યાર્થીઓ (૧૪૦ વિદ્યાર્થીઓ) નો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને ગ્રાહક અધિકારો અને જવાબદારીઓ વિશે જ્ઞાન આપવામા આવ્યું હતું અને તમારે સાથે છેતરપિંડી થાય તો કેવા પગલાં લેવા જોઈએ તેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપ તરીકે વિવિધ ચાર્ટ જેમાં ઉપભોક્તાના(ગ્રાહક) હ્કકોનું, માનકીકરણના વિવિધ ચિહ્નોનો (Standardisation Marks), સાચું માપદંડ અને ભેળસેળના વિવિધ પાસાઓ પર પોસ્ટરોનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ તેની મુલાકાત કરે હતી. વધુમાં રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ માનકીકરણના વિવિધ ચિહ્નોના ફ્લેશ કાર્ડ બનાવીને વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કયા પ્રકારની પ્રોડક્ટમાં થાય છેતેના વિશેની જાણકારી લેવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના ૫ ના ગ્રુપ બનાવી ને પાસિંગ ધ પાસ ની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે અનેક ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા અને તેઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment