દિયોદર તાલુકા ના સોની ગામે તત્કાલિત તલાટી સહિત બે ઈસમો ભેગા મળી ખોટા રેકર્ડ ઉભા કરી છેતરપિંડી આચરતા ચકચાર

દિયોદર

દિયોદર તાલુકા ના સોની ગામે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં વર્ષો પહેલા હયાત (જીવત) માણસ ને જાણ બહાર કુટુંબી ભાઈ એ તાત્કાલિક તલાટી સાથે મળી મરણ નોંધ કરાવી ખોટા રેકર્ડ બનાવી જમીન હડપ કરતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિત મુજબ દિયોદર તાલુકા ના સોની ગામે રહેતા કાળાભાઈ કરશનભાઈ રબારી એ પોલીસ મથકે ખાતે ફરિયાદ આપી હતી કે સોની ગામે પોતાના પિતા કરશનભાઈ વિહાભાઈ રબારી ની માલિકી ની જમીન સોની ગામે આવેલ છે. જેનો જૂનો બ્લોક/સર્વ નંબર 226 હતો જે સમય ફરિયાદી ના પિતા હયાત(જીવત) હોવા છતાં 23/04/2003 ના રોજ મરણ (વારસાઈ) કરી જમીન માંથી બહેનો ના નામ પણ તાત્કાલિક તલાટી સાથે મળી કમી કરાવ્યા હતા અને જમીન ની વહેંચણી કરી દેવામાં આવી હતી જેમાં 2017 માં જમીન ના માલિક નું દુઃખ અવસાન થયું હતું. જેની નોંધ પણ કરાવેલ છે. જેમાં આરોપી એ તાત્કાલીક તલાટી સાથે મળી છેતરપિંડી આચરી હોવાની જાણ કાળાભાઈ કરશનભાઈ રબારી ને થતા આરોપી (1) જગાભાઈ હરિભાઈ રબારી રહે સોની, તા. દિયોદર તથા રામજીભાઈ લાલજીભાઈ ગજ્જર (આર.એલ.ગજ્જર) જે તે વખતે તલાટી ક્રમ મંત્રી વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે 14/8/2020 ના રોજ લેખિત માં રજુઆત કરી હતી. જે અંગે ફરિયાદ દાખલ ના થતા આખરે ન્યાય માટે ફરિયાદી એ દિયોદર કોર્ટ ના દ્વાર ખખડાવતા દિયોદર કોર્ટે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા દિયોદર પોલીસે આરોપી (1) જગા હીરા રબારી રહે સોની, તા.દિયોદર તથા જે તે વખત ના તલાટી ક્રમ મંત્રી આર એલ ગજ્જર સામે 406, 420,465,467,468,469,114 મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment