પહેરેલ સોનાની ચેન ની લુટ કરનાર નો બનાવ અરવલ્લી જિલ્લાના નેત્રમ શાખા માં આરોપી થયો કેદ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,

                                           અરવલ્લી જિલ્લાના નેત્રમ શાખા (સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઈ. એચ.એમ.ગઢવી દ્વારા તાજેતરમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો ગુન્હો બનેલ હતો. જે અંગેની ફરિયાદ દાખલ થઇ હતી. તેમાં હિતેશભાઈ મલાભાઇ ભરવાડ રહે. બાજકોટ તા. મોડાસા કલેકટર ઓફિસ સામે આવેલ તત્વ કોમ્પ્લેક્સ સામેના રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે અજાણ્યા પાંચ ઇસમોએ ગડદાપાટુનો મારમારી ગળામાં પહેરેલ સોનાની ચેન લુટી લીઘી હતી. જે અંગે સીસીટીવી ફુટેજમાં ઉંડાણપૂર્વક તપાસ કરતાં સદર ગુન્હાના આરોપી સ્પષ્ટપણે દેખાઈ આવતા આ લુટફાટ અને મારામારીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસ તંત્રને મોટી સફળતા મળેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment