સોમનાથ થી કોડીનાર સુધી નો નેશનલ હાઇવે તંત્રના વાંકે અનેક અકસ્માત સર્જાઈ રહી છે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

સોમનાથ થી કોડીનાર સુઘીનો નેશનલ હાઇવે અતિ બિસ્માર બની ગયેલ છે. સતત ધૂળની ડમરીઓ અને ઊંડા ખાડા ખબડ ના કારણે અનેક એકસ્માતો ની હારમાળા સર્જાતા ઘણા રાહદારી પોતાની અમૂલ્ય જીદગી ખોય બેસેલ છે, ત્યારે તંત્રના વાંકે સોમનાથ થી કોડીનાર નો નેશનલ હાઇવે ગોજારો બની રહ્યો છે. જેના કારણે વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના રાહદારીઓ માં ઉગ્ર રોષ ફાટી નીકળેલ છે ત્યારે ગીર – સોમનાથ જિલ્લા કોંગેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્રારા પ્રોજેકેટ ડાયરકેટર નેશનલ ઓથોરિટી ગીર – સોમનાથને રૂબરૂ મળી લેખિત રજુઆત સાથે સત્વરે ફૂલ ટ્રીટમેન્ટ સાથે મેઇનટેનન્સ નું કામ શરુ કરવા તાકીદ કરી દશ દિવસ માં યોગ્ય કરવામાં નહીં આવે તો ત્રણ તાલુકાના લોકો દ્રારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવનાર હોવાની ચીમકી ઉચ્ચારી રોષ ભેર ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી અને આ સબંધે જે કાંઈ જાન માલની નુકશાની થઈ આવે તો તેની સઘળી જવાબદારી નેશનલ ઓથોરિટી ની રહેશે તેમ લેખિત રજુઆત માં જણાવેલ છે.

રિપોર્ટર : તુલસી ચાવડા ગીર સોમનાથ

Related posts

Leave a Comment