હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા દિવાળી પૂર્વે જ પોલીસ જવાનોને દિવાળીની ભેટ આપી દીધી છે. રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ રાણા, અશ્વિનગિરિ ગોસ્વામી, ચેતનસિંહ ચુડાસમા, સુરેશભાઈ શિંદે, અમૃતભાઈ મકવાણા, અજીતસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અનોપસિંહ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, પ્રવીણભાઈ વાઘેલા, અમૃતભાઈ રાઠોડ, મુળજીભાઈ સોલંકી, ચંદ્રસિંહ ચાવડા એમ કુલ.૧૩ હેડ કોન્સ્ટેબલોને A.S.I તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જયારે ૩૩ કોન્સ્ટેબલોને પણ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. તે ૩૩ પૈકી ૨૬ કોન્સ્ટેબલો હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છીએ.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ