ભાવનગર જિલ્લાના પત્રકારો માટે સીપીઆર તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

 ભાવનગર જિલ્લાના પત્રકારો માટે COLS ( Compression Only Life Support ) અર્થાત સી. પી. આર. આપવાની પદ્ધતિ અંગેની તાલીમનું સરકારી નર્સિંગ કોલેજ ઓડિટોરિયમ, સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 

આ તાલીમમાં સર તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ચિન્મય શાહ એ જણાવ્યું હતું કે સી.પી.આર. આપવાની પધ્ધતિથી પત્રકારોએ વાકેફ હોય તો કટોકટીની પરિસ્થિતિ અથવા અકસ્માત જેવા સંજોગોમાં પત્રકારો ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચતા હોઈ આવી પરિસ્થિતિમાં સીપીઆર તાલીમ જીવન રક્ષક સાબિત થઈ શકે છે. 

 

આ તાલીમમાં ડો. લોપા ત્રિવેદી દ્વારા સી. પી. આર. તાલીમનું મહત્વ, સી. પી. આર. કોને આપવાની, સલામત સ્થળની ખાત્રી કરવી, દર્દીના પ્રતિભાવની ચકાસણી વગેરે જેવા ઉપયોગી આયામો અંગે જણાવાયું હતું. આ ઉપરાંત તાલીમ બાદ એમની ટીમ દ્વારા ગ્રુપ બનાવીને પ્રેક્ટિકલ માર્ગદશન પણ આપવામાં આવ્યું હતું. 

આજના સોશિયલ મીડિયાના સમયમાં માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે ત્યારે માનસિક સ્વાસ્થ્ય અંગે કોલેજના પ્રોફેસર ડો. અશોક વાળા એ સમજ આપી હતી આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય રહેવા માટેના ઉપાયો પણ જણાવ્યા હતા. સી.પી.આર. તાલીમ પત્રકારો સાથે સુરક્ષાકર્મીઓને સાથે જોડીને આપવામાં આવી હતી.

આ તકે ડીન ડો. સુશીલ ઝા તેમજ ભાવનગર જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિકસ મીડિયાના પત્રકારોઓ સાથે સુરક્ષાકર્મીઓ તાલીમમાં જોડાયા હતા.       

Related posts

Leave a Comment