ભાવગર ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિ નો આરોગ્ય સેવાની જાણકારી અંગે વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિનો આરોગ્ય સેવાની જાણકારી આપવા અંગેનો વર્કશોપ યોજાયો હતો. ભાવનગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદની સુચનાથી આરોગ્ય સેવામાં લોકભાગીદારી વધે અને છેવાડાના માનવી સૂધી સારી આરોગ્ય સેવાના સંકલન માટે સર્કિટહાઉસ ભાવનગર ખાતે તા ૨૧ માર્ચના રોજ વર્કશોપ યોજાયો હતો. જેમાં લોક પ્રતિનિધિ તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજુભાઈ ફાલકી, અજય ભાઇ, વર્ષાબેન ડાભી, રામજીભાઇ પટેલીયા, મનજીભાઇ મકવાણા, ઝરીનાબેન ઘોઘા, વાલીબેન પરમાર જાગૃતિ બેન, લાડુબેન બાંભણીયા, એસ પી ગલચર, વિષ્ણુભાઈ પાળીયાદ, કિરીટ સિહ ગોહિલ, વિપુલભાઇ વગેરેની ઉપસ્થિતિમાં એપેડેમીક અધિકારી ડો સુનિલભાઇ પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુફિયાન ભાઇ લાખાણી, તાલુકા હેલ્થ સુપરવાઝર અનિલ ભાઇ પંડીત, ભારતી બેન ત્રિવેદી,દિપાલી બેન મેહતા,કિરણભાઇ જાની આશાબેન મકવાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment