હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટીમે બાતમી આધારે જામનગર રોડ ઉપર આવેલ ગોકુલ બંગ્લોઝમાં દરોડો પાડ્યો હતો. જેમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાતી I.P.L મેચ ઉપર જુદા જુદા 3 ફોનમાં ટીવી મારફતે જોઈને રનફેર, હારજીતના સોદા લખતા ૨ શખ્સો મળી આવતા બંનેના નામઠામ પૂછતાં હિતેશ દલપતભાઈ ઠાકર અને બજરંગવાડીમાં રહેતા અને સહજાનંદ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસે 3 ફોન, ટીવી સહીત કુલ.૨૮૯૬૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા જયદીપસિંહ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ