રાજકોટ શહેર મોટામવા સરપંચ મયુર શિંગાળા હત્યા કેસમાં એક જ પરિવારના ૬ ને જન્મટીપની સજા

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કાલાવડ રોડ ઉપર આવેલા મોટામવા ગામે ૧૧ વર્ષ પૂર્વે મોટામવામાં રહેતા રાજકીય અગ્રણી મયુર તળશીભાઈ શીંગાળા મોટામવા ગામના સરપંચ તરીકે ૨૦૦૬ની સાલથી ચુંટાઈ આવ્યા હતા. આરોપી ગાંડુ ભુરા ભરવાડે મયુર શિંગાળા સામે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેઓ હારી ગયેલ હોય જેનો ખાર રાખી આરોપી મહેશ ગાંડુ ભરવાડ, ઉત્તમ ગાંડુ ભરવાડ, વીનુ પુંજાભાઈ મકવાણાના ભાણેજ અને સગાઓએ દિવાળી ઉપર પટેલ લોકોને મારમાર્યો હતો. જેમાં સામસામે ફરિયાદો નોંધાઈ હતી. બાદમાં ગાંડુ ભુરા, મહેશ ગાંડુ, ઉત્તમ ગાંડુ, વીનુ મકવાણા, જયેશ મકવાણા તેમજ રમેશ મકવાણાએ પૂર્વયોજીત કાવત્રુ ઘડી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી મયુર શીંગાળાને વીનુ મકવાણાએ ફોન કરી ગટર અને પાણી પ્રશ્ર્નનું બહાનું કરી બોલાવતા મયુર શીંગાળા મોટર સાયકલ લઈ મીરા હોટલ પાસે આવેલ ત્યારે ગાંડુ ભુરાએ બોલાવતા મયુર શિંગાળા ત્યાં જતા ગાંડુ ભરવાડ, મહેશ ગાંડુ, ઉત્તમ ગાંડુ, વીનુ મકવાણા અને જયેશ મકવાણાએ છરી, ભાલા અને તલવાર વડે મયુર શિંગાળા પર આડેધડ ધા મારી તેની હત્યા નિપજાવેલ હતી. ૧૧ વર્ષ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા એડીશનલ સેશન્સ જજ એચ.એમ.પવારે ફરિયાદપક્ષના વકીલ અને સ્પે.પી.પી. ની રજૂઆત ધ્યાને લઈ ગાડું વકાતર, મહેશ ગાંડુ, ઉતમ ગાંડુ, વજીબેન ગાંડુભાઈ, હંસા ઉર્ફે હીના ગાંડુ અને લતા ઉર્ફે ટીની ગાડુને હત્યા, લૂટ, મદદગારી અને કાયદા વિરુધ્ધ મંડળી બનાવી જાહેરમાં હુલ્લડ કરવાના ગુનામાં તકસીરવાન ઠેરાવી આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment