જસદણ સરકારી હોસ્પીટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજોટ રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓનું મેડીકલ હેલ્થ ચેકઅપ કરાવવા સૂચના આપેલ હોય જે અન્વયે કે.જી.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડીવીઝનના માર્ગદર્શન હેઠળ જસદણ, આટકોટ, ભાડલા તથા વિછાયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારજનનું ગિરિરાજ હોસ્પીટલ, જસદણ સિવિલ હોસ્પીટલ તથા જસદણના નામાંકિત ડોક્ટરના સહયોગથી જશદણ સિવિલ હોસ્પીટલ ખાતે સર્વરોગ નીદાન કેમ્પ તથા મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ જેમાં ઉપરોક્ત ચારેય પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવાર જનોએ લાભ લીધેલ તેમજ પોલીસ પ્રજાનો મીત્ર બને તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું સિવિલ હોસ્પીટલ રાજકોટના સહ્યોગથી આયોજન કરેલ જેમાં પોલીસ કર્મચારી તથા પ્રજાજનો બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ જે રક્તદાન દરમ્યાન કુલ ૮૪ રક્તની બોટલોનું એકત્ર થયેલ આ કેમ્પમા જસદણના આગેવાનો ગજેન્દ્રભાઈ રામાણી, કમલેશભાઈ હીરપરા, અલ્પેશભાઈ રૂપારેલિયા, પંકજભાઇ ચાંવ તેમજ મહાવિરભાઇ વાળા હાજર રહેલ.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment