હિન્દ ન્યૂઝ, વેરાવળ
વેરાવળ નગરપાલિકા ની ટીપી સ્કીમ નં, 2 ના અંતિમખંડ નં. 101 માં કાશીવિશ્વનાથ મંદિર ની બાજુમાં ખુલ્લી જગ્યાને ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ચાલુ થયેલ હતું. આ કામમાં નાણાપંચ હેઠળ નગરપાલિકા આ વોલ બનાવતી હતી. જે કામ ઇ-ટેન્ડર થી કાંતિલાલ રામજીભાઇ ચુડાસમા ને કામ મળેલ હતું. જેની માલ રકમ 11,96,190 /- નું હતું. જેના 10.66% નીચા ભાવ ટેન્ડર મંજૂર થયેલ હતું અને આ ગેરકાયદેશર બાંધકામ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા એ ચીફ ઓફિસર ને રૂબરૂ મળી ને કામ બંધ કરવા બાબતે ચર્ચા કરતાં હાલ આ કામ બંધ થયેલ છે. પરંતુ જે કઈ બંધ કામ થયેલ છે તે કામ તોડી પાડવા અને બાંધકામ બીમ કૉલમ થી જે થયેલ છે તેને તોડી પાડી જમીન દોસ્ત કરવું. જે બાંધકામ ને લાગતો સામાન પથ્થર રેતી કાંકરી વગેરે માલ નગરપાલિકા જપ્ત કરી પોતાની કસ્ટડી હસ્તક લેવામાં આવે.
આ કામ નગરપાલિકા ના પ્રમુખ ના રેહઠાણ મકાન ની બાજુમાં બાંધકામ થતું હોય પ્રમુખ ને આ અંગે કોઈ જાણ થયેલ નથી કે પ્રમુખ અધિકારી અને કોન્ટ્રાકટર સાથે કૌભાંડ ભ્રષ્ટાચાર માં હાથ છે. આ ભૂમાફિયાઓ ગેર કાયદેસર કબ્જો કે બાંધકામ ના કરે તેવી અમારી ધર્મપ્રેમી જનતા વતી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા, શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રેમભાઈ ગઢીયા, અનુસુચિત જાતિ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ ચાવડા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હર્ષલભાઈ ઋષિ તેમજ કોંગ્રેસ કાર્યકર્તા દિનેશભાઇ ચુડાસમા, દ્વારા નાયબ કલેક્ટર તેમજ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ પણ આ વાત નો ચીફ દ્વારા કોઈ યોગ્ય જવાબ ના આપ્યો, પણ જો આગામી 3 દિવસ માં આ ભૂમાફિયાઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે કે બાંધકામ તોડવામાં ન આવે તો વેરાવળ પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કરવામાં આવશે.
રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ