જામનગર (ગ્રામ્ય) તાલુકામાં આગામી તા.24 જાન્યુઆરીના ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર   ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર (ગ્રામ્ય) તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.24 જાન્યુઆરીના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીએ જાતે હાજર થવાનું રહેશે. તેમના પ્રતિનિધીને હાજર…

Read More

આગામી તા.24 જાન્યુઆરીના રોજ ધ્રોલ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર   ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, ધ્રોલ તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. 24/01/2024 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષસ્થાને ધ્રોલ મામલતદાર કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી, આગામી તા.15 જાન્યુઆરી સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત…

Read More

લાલપુર ખાતે આવેલ જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર   જામનગર જિલ્લામાં લાલપુર તાલુકા ખાતે આવેલ શ્રી જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને લાલપુર પ્રાંત અધિકારી એસ.જે.અશવાર દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં મંડળીના નામ, સરનામાં, રજિસ્ટ્રેશન તારીખ અને મત આપવા માટે અધિકૃત પ્રતિનિધિના નામ બાબત કોઈએ દાવા વાંધા હોય તો તા.૬-૧-૨૦૨૪ સુધીમાં લાલપુર પ્રાંત અધિકારી કચેરી ખાતે રૂબરૂમાં અથવા ટપાલથી રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહી. તા.૧૧-૧-૨૦૨૪ દાવા-વાંધાઓના નિકાલની આખરી તારીખ તથા ૧૫-૧-૨૦૨૪ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. તેમ ચૂંટણી સત્તાધિકારી અને…

Read More

લાલપુર તાલુકાના સણોસરી અને ઈશ્વરીયા પંથકમાં સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જામનગર   કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાના સણોસરી અને ઈશ્વરીયા ગામમાં ગ્રામજનો દ્વારા સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, પ્રાંત અધિકારી એસ.જે.અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, અન્ય જનપ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર માનતા ઉજીબહેન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામ્યસ્તરના લોકોને પણ સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે ધ્રામણવાના ઉજીબહેનને પણ આવાસ યોજનાનો લાભ મળ્યો હતો. આ યોજના અંતર્ગત પોતાના ઘરનું ઘર બની જતાં ઉજીબહેને હરખભેર સરકારનો આભાર માન્યો હતો. ગ્રામ્ય સ્તરે પરિભ્રમણ કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામ્યજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. ત્યારે ધ્રામણવાના વાજા ઉજીબહેન સુરેશભાઈને પણ…

Read More

ધોકડવા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          ગીર ગઢડા તાલુકાના ૩૦ ગામોના લોકોને સરકારની વિવિધ સેવાઓનો લાભ નજીકના સ્થળે ઝડપથી મળે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોકડવા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા લોકોને ૪,૧૫૭ લોકોની વિવિધ સેવાઓ માટે લાભ લેવા અરજીઓ કરી હતી. જેનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ધોકડવા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાના ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૩૦ ગામોના લોકોએ સરકારની વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં વહીવટીતંત્રને જુદી જુદી સેવાઓ માટે ૪૧૫૭ અરજીઓ મળી હતી અને તેમાં જરુરી…

Read More

ગીર સોમનાથ જિલ્લામાંથી રક્તપિત્ત દર્દીઓ શોધવા ૩૧૦ ટીમ દ્વારા મહાઅભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાને રક્તપિત્તના રોગથી મુક્ત કરવા માટે જિલ્લાના ૧ લાખ જેટલા ઘરમાં સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અંદાજીત ૦૪ લાખની વસ્તીને આવરી લેવામાં આવશે. રક્તપિત્ત સર્વે માટે જિલ્લામાં ૩૧૦ ટીમો બનાવવામાં આવી છે. આ સર્વે કામગીરી પહેલી જાન્યુઆરીથી ૧૯મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ચાલશે. નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તની નાબૂદી કરવા માટે રાજ્યમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે રક્ત ચેપ લાગ્યો હોય તો દર્દીઓને અમૂક કિસ્સાઓમાં છ માસથી પાંચ વર્ષ અને ક્યારેક…

Read More

ડોળાસા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા તેમજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભ પહોંચાડવામાં આવ્યા હતાં અને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આસપાસના ૩૧ ગામો આવરી લઈ વિવિધ વિભાગની કામગીરી લાભ સ્થળ ઉપર લોકોને મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોડીનાર ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ઉના પ્રાંત અધિકારી ચિરાગભાઈ હિરવાણીયા, તાલુકા પંચાયત કોડીનાર પ્રમુખ જીતુભાઈ પરમાર, અગ્રણી ભગુભાઈ પરમાર, યુનિયન બેન્કના ચેરમેન તથા સુગર ફેક્ટરી કોડીનારના ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા,…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષાનો ‘સ્વાગત”(ફરિયાદ નિવારણ) કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે “સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે.જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરીને ગુરૂવારે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે અને તા.૨૪ જાન્યુઆરીને બુધવારે તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાનાર છે. જેમા વિશેષમાં મુખ્યમંત્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્વાગત કાર્યક્રમ પણ શરૂ કરેલ છે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે તે ગામના તલાટી કમ મંત્રીને દર મહીનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજુ કરી…

Read More

આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવાના હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.  જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી.ચૌધરીના માર્ગદશન હેઠળ આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા આણંદ ગંજ બજાર રોડ પર આવેલ વી.ઝેડ.પટેલ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.ડી.પુરોહિત, એએસઆઈ મુસ્તકીમ…

Read More