ભાવનગર લોકસભા મિડીયા પ્રભારી તરીકે નિયુક્ત થતાં સુરેશ પરમાર

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત પ્રદેશ ભાજપ મિડીયા કમિટી મેમ્બર્સ (ગાંધીનગર) જામનગર શહેર જિલ્લો તેમજ દેવભૂમિ દ્વારકાના મિડિયા પ્રભારી તરીકે યશસ્વી કામગીરી કરતા જુના જનસંથી સ્વ. બચુભાઈ પ્રેસવાળાના વપુત્ર અને પ્રદેશ ભાજપ અગ્રણી સુરેશભાઈ પરમારની પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, પ્રદેશ પ્રવકતા યમલભાઈ વ્યાસ અને પ્રદેશ મિડીયા કન્વીનર ડો. યજ્ઞેશભાઈ દવેએ ભાવનગર લોકસભાના પ્રભારી મિડીયા તરીકે નિયુકિત કરેલ છે. સુરેશભાઈ બાલ્ય અવસ્થાથી જ બાલ્ય ભાજપની વિચારધારા સાથે જોડાઈને વોર્ડના ઈન્ચાર્જથી લઈને શહેર યુવા મોરચો, બૌધ્ધિક સેલ મિડીયા સેલના હોદેદાર સહકારી ક્ષેત્રે કાર્ય કરવાની સાથે સાથે લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન, બેંકો અને…

Read More

પ્રજાસત્તાક પર્વની સંખેડા ખાતે દબદબાભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ડી.બી પારેખ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે જિલ્લા કલેકટર સુ. સ્તુતિ ચારણે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને લહેરાવીને જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.  જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રજાજોગ સંબોધન કરતા કલેકટરશ્રી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છોટાઉદેપુરને અલગ જિલ્લો બનાવી આ વિસ્તારનો વિકાસ વેગવંતો બને એ માટેની નીંવ રાખી હતી. રાજય સરકાર છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે સતત પ્રયાસરત રહી છે.પ્રજાજોગ સંદેશમાં તેઓએ જણાવ્યું હતું કે “સ્વચ્છતા હી…

Read More

શાળાઓમાં ચાલતી પરિવહન સુવિધા માટે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે તાલીમ યોજાઈ 

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ ખાતે શનિવારે બીઆરસી ભવન, આણંદ ખાતે શાળાઓમાં ચાલતી પરિવહન સુવિધા માટે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે વાહનચાલકો/આચાર્ય/શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.  આ તાલીમમાં આર.ટી‌.ઓ.કચેરી, આણંદના સાવનભાઈ પટેલએ પરિવહન અંગે જાગૃતતા, સાવચેતીના પગલાં, વાહનના જરૂરી દસ્તાવેજ અને દંડની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  આ ઉપરાંત સાવનભાઈ પટેલે પરિવહન, રોડ સેફટી અને સ્વીપ કાર્યક્રમ અન્વયે મતદાન જાગૃતિ અંગેના શપથ હાજર તમામને લેવડાવ્યા હતા.  આ કાર્યક્રમમાં  શિક્ષણ વિભાગના બી.આર.સી કો-ઓર્ડીનેટર જલદિપભાઈ પટેલ, કલ્પનાબેન પળાલિયા, મીનલબેન પારેખ  તથા શાળાના શિક્ષકો અને વાહન ચાલકો હાજર રહ્યા હતા.…

Read More

સોમનાથના સાનિધ્યમાં દેશના 75માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ           સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે.  સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નીર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિના અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે.           75’માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના…

Read More