હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ ખાતે શનિવારે બીઆરસી ભવન, આણંદ ખાતે શાળાઓમાં ચાલતી પરિવહન સુવિધા માટે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે વાહનચાલકો/આચાર્ય/શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આર.ટી.ઓ.કચેરી, આણંદના સાવનભાઈ પટેલએ પરિવહન અંગે જાગૃતતા, સાવચેતીના પગલાં, વાહનના જરૂરી દસ્તાવેજ અને દંડની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત સાવનભાઈ પટેલે પરિવહન, રોડ સેફટી અને સ્વીપ કાર્યક્રમ અન્વયે મતદાન જાગૃતિ અંગેના શપથ હાજર તમામને લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના બી.આર.સી કો-ઓર્ડીનેટર જલદિપભાઈ પટેલ, કલ્પનાબેન પળાલિયા, મીનલબેન પારેખ તથા શાળાના શિક્ષકો અને વાહન ચાલકો હાજર રહ્યા હતા.
આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની