હિન્દ ન્યુઝ, જસદણ
જસદણના આટકોટમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો રાજકોટ પુરવઠા શાખાના નિરીક્ષકે ત્રણ દિવસ પહેલા દુકાનને કરી હતી સીલ નિરીક્ષક સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી દુકાન ખોલવાની મનાઇ ફરવામાં આવી હતી આજે જસદણ મામલતદાર તેમજ પુરવઠા શાખાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી દુકાનદાર મોહમ્મદ આમદ મૂળવદીયા ને સાથે રાખી સરકારી અનાજનો જથ્થો ઝડપી પડ્યો દુકાનમાંથી સરકારી અનાજના 24 કટ્ટા ચોખા તેમજ 6 કટ્ટા ઘઉં તેમજ 1 તુવેરદાળનો કટ્ટો મળી આવ્યો મામલદારની ટીમે અંદાજે 42000 થી વધુનો સરકારી જતો જપ્ત કરી સરકારી ગોડાઉન ખાતે મોકલવામાં આવ્યો અને દુકાનદાર સામે કાયદાકીય પગલા ભરવાની તજવીજ હાથ ધરી હતી.
તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ