હિન્દ ન્યૂઝ, ગઢડા
ગઢડા રોડ ઉપર આવેલ ઢસા પોલીસ સ્ટેશન મા શાંતિ સમિતિની પોલીસ અધિકારી દ્વારા તાત્કાલિક મિટિંગ યોજવામા આવી હતી. આ મિટિંગ નો ખાસ હેતુ હતો કે ઉત્તરાયણ નિમિતે ખાસ સરકાર ની ગાઈડ લાઈન નો અમલ કરવાનો રહેશે. જે કાયદા બાહર પાડેલ છે. તેમાં સાથ સહકાર આપી નિયમ નુ પાલન કરવું એકબીજાની અગાશી ઉપર કોઈએ પતંગ ચગાવવા જાવું નહિ અને એકબીજાને પતંગ પોતાના ધાબે ચગાવવા માટે આવવાની મનાઈ હોવાથી સરકાર ના આદેશ મુજબ અમલ કરવાનો રહેશે. જેમાં આજ રોજ ઢસા પોલીસ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં આગેવાન ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા, ઢસા ગામ સરપંચ મુકેશભાઈ રાજપરા, સભ્ય યુસુફભાઇ આકબાણી, ચિરાગભાઈ બોટાદરા, મનસુખભાઇ ઢાંકેચા અન્ય ઢસા ના અન્ય વેપારીઓ હાજર હતા. પી.આઈ.ચૌધરી દ્વારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ માહિતી આપવામાં આવી હતી. આ મિટિંગ મા સર્વે નો સારો પ્રતિસાદ મળ્યો હતો.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા