ભાવનગરમાં યોજાયેલ ભરતી મેળામાં ૧૬૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા અનુબંધમ પોર્ટલનાં માધ્યમથી તા.05-01-2024 નાં રોજ ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતુ. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અગ્રગણ્ય 04 નોકરીદાતા દ્વારા વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ નોંધાવવી હતી. જે માટે બહોળી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધેલ હતો, જેમાંથી ૧૬૩ ઉમેદવારોને ઉપસ્થિત નોકરીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી આપવામાં આવેલ હતા. આ સાથે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના રોજગાર અધિકારી (વ્ય. મા.) દ્વારા ઉપસ્થિત નોકરીદાતા તથા ઉમેદવારોને રોજગાર કચેરીની સેવાઓ, અનુબંધમ પોર્ટલ તથા કારકિર્દીલક્ષી બાબતોથી માહિતગાર અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.    

Read More

પી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ૧૮ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોને મળશે લાભ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અખબારી યાદીમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ પી.એમ.વિશ્વકર્મા યોજનાનો લાભ છોટાઉદેપુર જિલ્લાના કારીગર વર્ગને મળી રહે તે માટે આ યોજના છોટાઉદેપુર જિલ્લામાં લાગુ પાડવામાં આવી છે. આ યોજના હેઠળ સુથારકામ, બોટ નાવડી બનવાર, લુહાર, બખ્તર/ચપ્પુ બનવાર, હથોડી અને ટુલ કીટ બનાવનાર, તાળા બનાવનાર, કુંભારકામ, શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર, મોચી /પગરખાં બનાવનાર કારીગર, કડિયાકામ, વાળંદ(નાઈ), બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોયર કારીગર, દરજીકામ, ધોબી, ફૂલોની માળા બનાવનાર માળી, માછલી પકડવાની જાળી બનાવનાર, ઢીંગલી અને રમકડાંની બનાવટ (પરંપરાગત), સોની કામ જેવા વિવિધ ૧૮…

Read More

પ્રગતિના પથ પર અગ્રેસર છોટા ઉદેપુર જિલ્લાની બહેનો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     જિલ્લાના નસવાડી અને કવાંટ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યક્ર્મ અંતર્ગત તારીખ ૦૫ જાન્યુઆરીના રોજ નસવાડી ગ્રામ પંચાયત સભાખંડમાં સંસદસભ્ય ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને કેશ-ક્રેડીટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથોની મહિલા કાર્યકરોએ ભાગલીધો હતી. નસવાડીના કેમ્પમાં ૧૭૮ સ્વ સહાય જુથોને કેશ ક્રેડીટની કુલ રકમ રૂ.૧૦૬૮ લાખ મંજૂર કરવામાં આવી હતી. જે પૈકી ૧૧૯ જૂથોને આજરોજ રૂ. ૨૫૫.૨૦ લાખની રકમ ધિરાણ કરવામાં આવી હતી અને ૨૨ જૂથોને રૂ. ૬૨ લાખની રકમ નો ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૫૩…

Read More

ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરો માટે ગોલ્ડન સિલ્વર નંબરો માટે હરાજી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, છોટાઉદેપુરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ટુ વ્હીલર વાહનોની સીરીઝ GJ 34 E,F,J,K,L,M અને Pના તેમજ ફોર વ્હીલ વાહનોની નવી સીરીઝ GJ 34 N અને GJ 34 H તથા થ્રી વ્હીલ વાહનોની સીરીઝ GJ 34 Wના અને ટ્રાન્સપોર્ટ વાહનોની સીરીઝ GJ 34 Tના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી તા.૦૫ જાન્યુઆરીના રોજ રજીસ્ટ્રેશન માટે ખોલવામાં આવી છે. આ માટે રસ ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી https://vahan.parivahan.gov.in/fancy પર વિગતો ઉમેરવાની રહેશે. ત્યારબાદ તા.૦૮ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધીના સમયગાળામાં ઓક્શન બીડ…

Read More

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા દૃષ્ટીવંત આયોજનો થકી જ આજે ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું હોવા છતાં નિકાસમાં તેનો હિસ્સો ૩૩ ટકા છે : ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

હિન્દ ન્યુઝ, જામનગર       ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન તેમના દૃષ્ટિવંત નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના થઈ અને વર્ષ ૨૦૦૩માં પ્રથમ સમિટ યોજાઇ હતી. બે દાયકાઓમાં ગુજરાત માત્ર ભારતમાં જ નહિ વિશ્વભરમાં વિકાસનું રોલ મોડલ અને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. મંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિતના વિવિધ આયોજનો થકી રાજ્યને મળેલી સિદ્ધિઓનું વર્ણન કરતાં ઉમેર્યું હતું કે, ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું છે, પરંતુ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૩૩ ટકા છે. દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો…

Read More

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી – પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” પર સેમિનાર યોજાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા (IAS)એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સેમિનાર હોલ-4 ખાતે 11મી જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી – પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” થીમ આધારિત સેમિનારનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમની વિગતો વિશે વાત કરતા શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું કે, ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સંબોધન કરશે. કોન્ફરન્સમાં અન્ય વક્તાઓમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના ડાયરેક્ટર જનરલ…

Read More

આગામી તા.24 જાન્યુઆરીના રોજ જોડિયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર       ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, જોડિયા તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.24/01/2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારી જામનગર તથા મામલતદાર જોડિયાના અધ્યક્ષસ્થાને જોડિયા મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. તેથી, આગામી તા.15 જાન્યુઆરી સુધીમાં અરજદારોએ…

Read More

ભાઇકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર અને રાષ્ટ્રીય અંધજન મંડળ,આણંદના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલ જન્મજયંતિ દિવસની ઉજવણી કરાઇ 

હિન્દ ન્યુઝ, આણંદ  તા. ૫-૧-૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ અને ભાઈકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી અવેરનેસ કાર્યક્રમનું ભાઈકાકા ગ્રંથાલય ખાતે આયોજન કરાયું.  રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના અંદાજિત ૧૦૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને શ્રીજલારામ જનસેવા ટ્રસ્ટ ધર્મજના IEDSSના વિશિષ્ટ શિક્ષકો, યુનિવર્સિટીના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ, અધ્યાપકઓ, વિભાગીય વડાઓ અને વહીવટી વિભાગના વડાઓ તથા ભાઈકાકા ગ્રંથાલયના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કા. કુલપતિ પ્રોફે.ડૉ. નિરંજનભાઈ પટેલે તેમના પ્રવચનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી તરફથી દરેક પ્રકારની વિદ્યાર્થીઓને…

Read More

કાલાવડ તાલુકાના મોટી માટલી તથા ખાનકોટડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું આગમન

હિન્દ ન્યુઝ, કાલાવડ     વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેને જામનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી તથા ખાનકોટડા ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકિય લાભો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી…

Read More

લાલપુર તાલુકાના સેતાલુસ અને આરબલુસ પંથકમાં સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર    કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાના સેતાલુસ અને આરબલુસ ગામમાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને અન્ય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, પ્રાંત અધિકારી એસ.જે.અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, દિલીપભાઈ ભોજાણી, રવિન્દ્રસિંહ…

Read More