લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવીઃ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારી ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઑક્ટોબર થી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા. તા.05 જાન્યુઆરી-2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,54,69,723 પુરૂષ, 2,39,78,243 સ્ત્રી તથા 1,503 ત્રીજી જાતિના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયેલા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા…

Read More

મુખ્ય નિર્વાચન અધિકારીનાં અધ્યક્ષસ્થાને અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો તાલીમ વર્કશૉપ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ધ્યાને લેવાની બાબતો અને પોસ્ટલ બેલેટને લગતી બાબતો અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી.  મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ સંદર્ભે અદ્યતન સુચનાઓ આપવામાં આવી છે. આ સુચનાઓનો રાજ્યભરમાં સુચારૂ અમલ થાય તે…

Read More

આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ સ્થળ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ કનેવાલ તળાવની સ્થળ મુલાકાત લઈ તળાવની ભૌગોલિક સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. આ મુલાકાત સમયે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીને કનેવાલ તળાવની ભૌગોલિક સ્થિતિ તથા તેમાં કાર્યરત સિંચાઈ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.  કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીએ કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેના પ્રોજેક્ટ અંગે…

Read More

શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ

હિન્દ ન્યુઝ, આણંદ        તાજેતરમાં મોરબી સ્થિત સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તથા ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યની ૩૦ મહાવિદ્યાલયોના ૪૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઋષિકુમારો માટે વિવિધ વેદ, શાસ્ત્રો વગેરેની ભાષણ, શલાકા, કંઠપાઠ, વેદપાઠ, શ્લોકાન્ત્યાક્ષરી, ક્વીઝ વગેરે સ્પર્ધાઓનું ભવ્ય આયોજન થયું હતું. આ સ્પર્ધાઓ માટે ૧૦૦ થી વધુ નિર્ણાયકો અને માર્ગદર્શકશ્રીઓએ વિદ્યાર્થીઓનું ઉત્તમ પરીક્ષણ કર્યા બાદ જે તે વિષયમાં પોતાનો નિર્ણય આપી વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર કર્યા…

Read More