હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ પર પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી પાસે આવેલ ભારજ પુલ પર ભારે વાહનોનો વાહન-વ્યવહાર બંધ કરવા તેમજ નવીન ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી વાહનો પસાર અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર બોડેલીથી છોટાઉદેપુર જતા ટુ- વ્હીલર તથા ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટોરીક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ સિવાયના ભારે વાહનો શિહોદ ચોકડી પાસે ભારજ પુલ પાસે નવા બનાવેલ ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી પસાર થઇ શકશે. છોટાઉદેપુરથી બોડેલી અને વડોદરા તરફ આવતા ટુ- વ્હીલર તથા ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટોરીક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ સિવાયના ભારે વાહનો શિહોદ ચોકડી પાસે ભારજ પુલ પાસે નવા બનાવેલ ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી પસાર થઇ શકશે. આ નવીન ટેમ્પરરી ડાયવર્ઝનનો માર્ગ ટ્રાફિક જામ ન થાય તે આશયથી માત્ર ભારે વાહનોની અવર-જવર માટે રહેશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૫૬ પર પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી નજીક આવેલ ભારજ પુલ પર આરટીઓ પાસિંગ કેપેસિટી મુજબ ફક્ત રાહદારીઓ, ટુ- વ્હીલર, તથા ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટોરીક્ષા વગેરે તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો શરતોને આધિન પસાર થવા માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવે છે.
આર.ટી.ઓ. પાસિંગ કેપેસિટી મુજબ ટુ વ્હીલર અને ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટો રિક્ષા અને ખાસ કિસ્સામાં એમ્બ્યુલન્સ વાહનોને મહત્તમ ૨૦ કિમી/કલાકની ઝડપ મર્યાદા સાથે આ પુલ પરથી પસાર થવા દેવામાં આવશે. બ્રિજ ઉપર વાહન ઊભા રાખવા કે વાહન પાર્કિંગ કરવાની સખ્ત મનાઈ રહેશે તેમજ વાહનો પસાર થતી વખતે બ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. ઉપરોક્ત મુદ્દા નં.૪ માં દર્શાવેલ ઓવરલોડ વાહનોને કોઈપણ સંજોગોમાં પુલ પરથી પસાર થવા દેવામાં આવશે નહિ. કોઈપણ સંજોગોમાં કોમર્શિયલ વાહનો અથવા HMV અને ટ્રેક્ટર, ટ્રક, ડમ્પર, બસ, મિની બસ વગેરે અને આવા પ્રકારના ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવા દેવામાં આવશે નહિ.
આ જાહેરનામું તા.૦૧/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.