રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ ખાતે ભાનુબેન બાબરીયાએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ ખાતે સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી.

    મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે,”દરેક વ્યક્તિનુ પોતાના ઘરનું સ્વપ્ન હોય છે, પોતાના ઘરમાં દરેક તહેવારની ઉજવણીએ કોઈપણ પરિવાર માટે વિશિષ્ટ ઉજવણી બની જાય છે ત્યારે લોકોના પોતાના ઘરમાં દિવાળી ઉજવવાના આ સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આ ટાઉનશીપમાં આજે હજારો લોકો ફર્નિચર, વીજળી સહિતની વિશેષ વ્યવસ્થાઓ સાથે પોતાના ઘરના ઘરમાં દિવાળી ઉજવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી તરફથી મંત્રી બાબરીયાએ લોકોને દિવાળીના પર્વ નિમિત્તે માતા લક્ષ્મીના આશીર્વાદ સૌ લાભાર્થીઓ પર રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. 

Related posts

Leave a Comment