રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ બાળકના તૂટેલા હોઠની વિનામૂલ્યે સર્જરી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના લાલપૂર તાલુકામાં નવાગામમાં રહેતા બાળકને જન્મથી જ તૂટેલો હોઠ હતો. તેની જાણ જામનગર જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમને થતાં તેઓએ બાળકના માતા-પિતાને સમજાવતા બાળકનું રાજકોટની હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણા હેઠળ નવાગામમાં રહેતા પ્રવીણભાઈ સોલંકી છુટક મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘરમાં દીકરા જનકનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ જનકનો જન્મથી જ તૂટેલો હોઠ હતો. આ જાણ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ કામ કરતી RBSK…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટીસ ડો.ધનંજય વાય. ચંદ્રચુડના પ્રવાસ કાર્યક્રમ આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ઈણાજ ખાતે મિટીંગ યોજાઈ હતી. કલેક્ટરએ જણાવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ તા.૫ ડીસેમ્બરના સોમનાથ મહાદેવ દર્શન માટે પધારનાર છે. જેનુ સુચારૂ આયોજન કરવા તેમજ સલામતી, ટ્રાફિક નિયમન સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી ચૂચનાઓ આપવામાં આવી હતી અને સોમનાથ દર્શન માટે પધારનાર સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસના સુચારુ આયોજન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ…

Read More

આલીદર ગામ ખાતે ધારાસભ્ય પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને અપાયા લાભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ધારાસભ્ય કોડીનાર ડો. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતમાં “વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કોડીનાર તાલુકાના આલીદર ગામ મુકામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો અને વિકાસની ઝાંખી રજુ કરતી શોર્ટ ફિલ્મ નિર્દેશન, કિટ વિતરણ,વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં, કોડીનાર તાલુકા વિકાસ અધિકારી બગથરીયા, અગ્રણી જયેશભાઈ બારડ તથા આલીદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્ય અને ગ્રામજનો હાજર રહ્યા.

Read More

પિતા માટે આશીર્વાદ બની હોસ્પિટલની સારવાર ,ભરતભાઈએ જણાવ્યો આયુષ્માન કાર્ડનો સુખદ અનુભવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરી અને લાભાર્થીઓને સરકારની અલગ અલગ યોજનાઓના લાભ ઘરઆંગણે જ પહોંચાડી રહી છે ત્યારે લાભાર્થી પણ આ યાત્રા અંતર્ગત પોતાના સુખદ અનુભવો જણાવી રહ્યાં છે.             ધ્રામણવા ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભરતભાઈ નારણભાઈ ચુડાસમાએ આયુષ્માન કાર્ડ અંગેનો પોતાનો સુખદ અનુભવ જણાવ્યો હતો. ભરતભાઈએ જણાવ્યું હતું કે, ‘મારા પિતા નારણભાઈની ઉંમર ૬૮ વર્ષની છે. તેમને ગળાનું…

Read More

ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૩ જાન્યુઆરીનાં રોજ ભ્રમણ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૦૩/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં ભદ્રાવળ-૨ (રામવાડી) અને ભદ્રાવળ, મહુવા તાલુકામાં રાણીવાડા અને રાણપરડા, શિહોર તાલુકામાં સાગવાડી અને ભડલી તેમજ પાલિતાણા તાલુકામાં જાળીયા (અમરાજી) અને હાથસળી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ફરશે.  

Read More

ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૪/૦૧/૨૦૨૪ ને બુઘવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી…

Read More

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી જાન્યુઆરી-૨૦૨૪ – ફેબ્રુઆરી-૨૦૨૪ નાં માસ દરમ્યાન તા.૦૪/૦૧/ર૦૨૪ નાં રોજ કાલાષ્ટમી, તા.૦૫/૦૧/૨૦૨૪ નાં રોજ ગુરૂ ગોવિંદસિહ જ્યંતિ, તા.૧૨/૦૧/૨૦૨૪ નાં રોજ સ્વામી વિવેકાનંદ જ્યંતિ, તા.૧૪/૦૧/૨૦૨૪ નાં રોજ મકરસંક્રાંતિ, તા.૧૮/૦૧/ર૦ર૪ નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૨૩/૦૧/૨૦૨૪ નાં રોજ સુભાષચંદ્ર બોસ જ્યંતિ, તા.૨૬/૦૧/૨૦૨૪ નાં રોજ પ્રજાસત્તાક દિવસ તથા તા.૦૨/૦૨/૨૦૨૪ નાં રોજ રામાનંદાચાર્ય જ્યંતિ/ કાલાષ્ટમી વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી,…

Read More

તળાજાના ટીમાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે એવી પહેલના ભાગરૂપે દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે તળાજાના ટીમાણા ગામે ખાતે આવી પહોંચેલી “વિકસિત સંકલ્પ યાત્રા” નો કાર્યક્રમ સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લામા લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થના થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે તળાજાના ટીમાણા ગામની શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાનાં વિવિધ વિભાગો…

Read More

તળાજાના ટીમાણા ગામના કાળીદાસભાઈ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું

હિન્દ ન્યુઝ,        ભાવનગરના તળાજાના ટીમાણા ગામના કાળીદાસભાઈ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે. કાળીદાસભાઈ પરમાર જણાવે છે કે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ. એક લાખ વીસ હજારની સહાય મળી આથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું…

Read More

તળાજાના ટીમાણા ગામના અમરતબેન બારૈયા ને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  તળાજાના ટીમાણા ગામના અમરતબેન બારૈયા ને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા એમનું કાચું મકાન પાકું છત્ત વાળું બન્યું હતું. આ યોજના અંતર્ગત એમને હપ્તેથી કુલ એક લાખ અને વીસ હજારની સહાય મળી હતી. વિકસીત ભારત સંકલ્પ રથ તળાજાના ટીમાણા ગામે આવતા અમરતબેન બારૈયા એ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત જણાવ્યું હતું કે વરસાદમાં પાણી પડવાની તેમજ અન્ય ઋતુમાં પણ સમસ્યાનો સામનો એમના પરિવારને કરવો પડતો હતો. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સહાય મળતા પાકું ઘર બની ગયું હતું આથી અમરતબેન બારૈયા અને એમનો પરિવાર ખૂબ જ…

Read More