ગીર સોમનાથ જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટીસ ડો.ધનંજય વાય. ચંદ્રચુડના પ્રવાસ કાર્યક્રમ આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ઈણાજ ખાતે મિટીંગ યોજાઈ હતી.

કલેક્ટરએ જણાવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ તા.૫ ડીસેમ્બરના સોમનાથ મહાદેવ દર્શન માટે પધારનાર છે. જેનુ સુચારૂ આયોજન કરવા તેમજ સલામતી, ટ્રાફિક નિયમન સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી ચૂચનાઓ આપવામાં આવી હતી અને સોમનાથ દર્શન માટે પધારનાર સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસના સુચારુ આયોજન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ બેઠકમાં અધિક કલેક્ટર બી.વી.લીંબાસિંયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, નાયબ ક્લેકટર-૧ ભૂમિકાબેન વાટલિયા, આરોગ્ય અધિકારી એ.એસ.રોય, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર સર્વ શામળા, આરજુ ગજ્જર, પોલીસ વિભાગ, પીજીવીસીએલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment