રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ બાળકના તૂટેલા હોઠની વિનામૂલ્યે સર્જરી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જિલ્લાના લાલપૂર તાલુકામાં નવાગામમાં રહેતા બાળકને જન્મથી જ તૂટેલો હોઠ હતો. તેની જાણ જામનગર જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમને થતાં તેઓએ બાળકના માતા-પિતાને સમજાવતા બાળકનું રાજકોટની હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણા હેઠળ નવાગામમાં રહેતા પ્રવીણભાઈ સોલંકી છુટક મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘરમાં દીકરા જનકનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ જનકનો જન્મથી જ તૂટેલો હોઠ હતો. આ જાણ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ કામ કરતી RBSK – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમના મેડીકલ ઓફિસર ડો. હાર્દિક વોરા તેમજ એફ.એચ.ડબલ્યુ ધર્મિષ્ઠા રાવલને થતાં તેઓએ બાળકના ઘરે જઈ માતા-પિતાને સમજાવ્યા અને સંદર્ભ કાર્ડ ભરી ઓપરેશન માટે રાજકોટ ધ્રુવ સર્જીકલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા.

તા.૦૪-૧૨-૨૦૨૩ના રોજ ધ્રુવ સર્જીકલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા ખૂબ જ કૂનેહથી શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી. આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહ્યું છે. તે બદલ તેના માતાપિતાએ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

Related posts

Leave a Comment