રાજકોટ શહેરમાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીઓને રેન્જ I.G સંદિપસિંહની સૂચનાથી R.R સેલની ટીમે એક મહિનામાં લૂંટ, મર્ડર, N.D.P.S સહિતના કેસોમાં વોન્ટેડ ૯ આરોપીઓને દબોચી લીધા 

હિન્દ ન્યૂઝ, રાજકોટ

રાજકોટ શહેર યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ રેન્જની ટીમે ભાવનગરના મર્ડર કેસમાં ૫ મહિનાથી ફરાર સોયબ હૈદરભાઈ જેડને મોરબી બાયપાસ પાસેથી, ઢાંઢણી ગામના હત્યા કેસમાં ૨ મહિનાથી વોન્ટેડ ભુપત ભીખાભાઇ કડવાણીને ઢાંઢણી ગામેથી, રાજકોટના હત્યા કેસમાં ૭ માસથી વોન્ટેડ શાહરુખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ જુણેજાને મોરબીથી, ધ્રાંગધ્રાના હત્યા કેસમાં ૯ માસથી ફરાર દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડને મોરબીના લાલપર ગામેથી, સુરેન્દ્રનગરના હત્યાના કેસમાં ૮ માસથી વોન્ટેડ ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલાને વઢવાણ પાસેથી, જસદણમાં ૧૫ લાખના હીરાની લૂંટમાં ૧ વર્ષથી વોન્ટેડ અજય ઉર્ફે બાદશાહ અનુભાઈ મેરને કાળાસર પાસેથી, રાજકોટના N.D.P.S કેસમાં ૬ માસથી વોન્ટેડ યુવરાજસિંહ ઉર્ફે અજયસિંહ બન્નેસિંહ જાડેજાને ખીજડીયા ચોકડી પાસેથી, જામનગર હત્યાની કોશિષનાં ગુનામાં વોન્ટેડ નામચીન જયેશ પટેલ ગેંગના સાગરીત રજાક સોપારીના ભાઈ હુશેન દાઉદભાઈ ચાવડાને વાંકાનેર બાઉન્ડરી પાસેથી અને સુરેન્દ્રનગરના આર્મ્સ એક્ટના ગુનામાં પાસા વોરંટ થયા બાદ ૬ વર્ષથી વોન્ટેડ મૂળ ચોટીલાના હાલ રાજકોટ રહેતા અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ઘોણીયાને લુણસર ગામેથી દબોચી લીધા હતા. આ ૯ ઉપરાંત આજે પકડાયેલા ૨ સહીત કુલ.૧૪ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment