રાજકોટ ખાતે શાપર-મેટોડામાં આવેલા ઓક્સિજનના ઉત્પાદક એકમો પર દરોડા પાડી ચકાસણી હાથ ધરી હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ

            રાજકોટ શહેર કોરોનાની ઝપટમાં આવેલા દર્દીઓને ઓક્સિજનની વિપુલ માત્રામાં જરૂરિયાત છે. સરકારે ઓક્સિજનના ઉત્પાદકોને તેમના એકમોનો અડધો-અડધ ઓક્સિજનનો જથ્થો કોવિડના દર્દીઓને રિઝર્વ રાખવા સુચના આપી હતી. દરમિયાન મંગળવારે મેગા કંપનીમાંથી ૨૦ ટન ઓક્સિજનનો જથ્થો મોડો મળ્યો હતો. આ ઓક્સિજન જૂનાગઢ, જામનગર અને ગિર સોમનાથ અને રાજકોટને આપવાનો હતો. પરંતુ સમય મર્યાદા વધી જતાં ઓક્સિજનની અછતના એંધાણ વર્તાયા હતા. બીજીબાજુ જીલ્લાના ઓક્સિજનનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો પોતાના એકમોનું ઉત્પાદન ઈન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરતા હોવાની ફરિયાદ મળી હતી. જેથી શુક્રવારે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ શાપર-વેરાવળ અને મેટોડામાં આવેલા માધવ, તિરૂપતિ, વિશ્ર્વેશ્ર્વર, ત્રિશુલ અને જયદિપ નામના ઓક્સિજનના ઉત્પાદન એકમો પર દરોડા પાડી ચકાસણી હાથ ધરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment