હિન્દી ભાષા માં અપશબ્દ બોલતો ઈસમ સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી


હિન્દ ન્યૂઝ, દિયોદર

                ગુજરાત માં નારી મહિલા સલામત છે તેવી વાત વર્તમાન સમય થાય છે પરંતુ આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પંથક માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ચાર સંતાન ની માતા એ પોલીસ મથક આવી હિન્દી ભાષા માં વાત કરતા એક અજાણ્યા ઈસમ સામે લેખિત માં ફરિયાદ આપી છે દિયોદર પંથક ની એક સોસાયટી માં રહેતી ઉર્મિલા નામ બદલ્યું છે. જે પોતાની બે દીકરી અને દીકરા સાથે ઘરે ઘર કામ કરી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા નંબર પર થી ફોન ની ઘંટડી વાગતા મહિલા એ ફોન ઉઠાવ્યો હતો.  જેમાં ફોન ઉઠાવતાની સાથે સામે કોઈ અજાણ્યા હિન્દી ભાષા માં વાત કરતા ઇસમે મહિલા ને કહયું  હતું  ‘તુમ્હારા કામ નહીં હૈ, તુમ અપની લડકી સે હમારી બાત કરાવો’  આવો શબ્દ સાંભળતા ની સાથે મહિલા એ અજાણ્યા માણસ નો પરિચય મેળવવા માટે વાત કરતા હિન્દી ભાષા માં વાત કરતો ઈસમ સતત વારમ વાર ફોન કરી મહિલા ને ના શોભે તે રીતે વાત કરતા આખરે મહિલા એ પરિવારજનો અને સોસાયટી ના રહીશો સાથે દિયોદર પોલીસ મથક ખાતે આવી અજાણ્યા ઈસમ સામે કડક પગલાં ભરવા લેખિત માં રજુઆત કરી છે.  પોલીસે મહિલા ની લેખિત ફરિયાદ લઈ આગળ ની તપાસ શરૂ કરી છે મહિલા નું કહેવું છે કે મારા ઘર નો નંબર અમે જરૂરિયાત માટે ઉપયોગ કરીએ છે પરંતુ કોઈ અજાણ્યા નંબર પર ફોન આવે છે અને સામે હિન્દી ભાષા માં મહિલા ને ના શોભે તે રીતે વાત કરે છે અને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે અને ફોન કરી અહીં મળવા આવ તેવું દબાણ કરે છે.  અમારો પરિવાર આ ઈસમ ને ઓળખતો પણ નથી સતત ફોન આવે છે. જેથી અમો એ દિયોદર પોલીસ મથક ખાતે લેખિત માં રજુઆત કરી છે.  પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમો ને આશા છે. એક બાજુ દિયોદર માં હિન્દી ભાષા માં વાત કરતો ઈસમ કોઈ જાણ ભેદુ હોવાનું મનાય છે ત્યારે આ પરિવારજનો પણ અત્યારે ફોન ને લઈ ચિંતા માં મુકાયા છે સતત ફોન આવતા હોવાથી ઘર ના સભ્યો પણ હવે ડર અનુભવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ ઈસમ ને ઝડપી પાડવામાં ચક્રોગતિમાન કરવામાં આવે તેવી માંગ હવે લોકો માં ઉઠી છે.  દિયોદર ના લવાણા ગામે થોડા સમય અગાવું એક સોની ની દુકાન માંથી કોઈ હિન્દી ભાષા બોલતા બે ઈસમો એ વેપારી ની નજર ચૂકવી સોના ના દાગીના ની ઉઠાંતરી કરી હતી અને દિયોદર પંથક માં પણ એક પાર્લર ની દુકાન માંથી બે હજાર ની ચોરી થઈ હતી પરંતુ આ બાબતે કોઈ રજુઆત કરવામાં આવી નથી. જે બંને બનાવ માં હિન્દી ભાષા નો ઉપયોગ કરતા ઈસમો દેખાય છે ત્યારે વધુ એક મહિલા ને હિન્દી ભાષા માં ફોન કરી હેરાન પરેશાન કરવામાં આવતા આ વિસ્તાર માં હિન્દી ભાષા માં વાત કરતી ટોળકી સક્રિય બની હોવાનું દેખાઈ રહું છે. 

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment