જેતપુર,
જેતપુર એસ. ટી. ડેપોની વાત કરવામા આવે તો જેતપુર ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી રોકાણ કરતી ૧૩ નાઈટ રૂટની બસ સહીત ગ્રામ્ય વિસ્તારની બસ શરુ કરી દેવામા આવી છે પણ હજુ ઘણા ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ છે જે રૂટ બંધ છે. તે થર્મલ ગન આવતાની સાથે શરુ કરવામા આવશે. ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો શહેરમાં રોજગારી અર્થે, ખેતીકામમાં જરૂરી બિયારણો, દવા, ખાતર, ઓજારો વગેરે તેમજ જીવન જરૂરી ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે શહેરમાં આવવા જવાનુ થતું હોય છે. હાલ ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. બસ બંધ છે.
ત્યારે ખાનગી વાહન ચાલકો દ્વારા કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરી વધારે મુસાફરો ખડકવામાં આવે છે અને મનફાવે એમ ભાડા વસુલ કરવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોની આ સમસ્યાનું સમાધાન વહેલી તકે થાય છે એ જરૂરી છે.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર