રાજકોટ માં તાલુકા પોલીસે મહિલા સહિત ૨ ની ધરપકડ કરી હતી અને રૂા.૭૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો

રાજકોટ,

તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશભાઇ પરસાણાની ૧૫૦ ફૂટ રીંગ રોડ પટેલ વાટીકા અને કોકોનેટ પાર્ટી પ્લોટ સામે આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો રાખેલ બાતમી મળતા રાજકોટ તાલુકા પોલીસની ટીમે દરોડો પાડયો હતો. જયાંથી ૧૮૦ M.L ૨૦ દારૂની બોટલ, ૫૦૦ M.L ૧૨ બીયરના ટીન અને ૧૮૦ M.L ૨૦ દારૂની બોટલ મળી આવી હતી. તેમજ સ્થળ પરથી વાડીમાં જ રહેતા રાજુભાઇ રત્નાભાઇ પરમાર તેમજ અને ચોકીદારી કરતા કલુકીબેન ચુનાભાઇ માળી ઉ.૬૩ ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રૂા.૭૭૦૦ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment