જૂનાગઢના ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે નહીં યોજાય

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

ઘણા સમયથી લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે શું આ વખતે શિવરાત્રીનો મેળો યોજાશે ? જેનો આખરી નિર્ણય આવી ગયો છે. જૂનાગઢ ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે યોજાતો લોકમેળો આ વર્ષે નહીં યોજાય. સાધુ-સંતો અને અધિકારીઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક મહામારીનો ધ્યાને લઇ તંત્ર દ્વારા જાહેરાત કે પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે ભવનાથ ખાતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે શિવરાત્રીની રાત્રે સંતોની રવાળી શાહી સ્નાન અને પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો પરંપરા માટે યોજવાનું નક્કી કરાયું છે પરંતુ લોકોને પોતાના ઘરે રહીને શિવરાત્રીનો મેળો કરવા સંતો અને અધિકારીઓએ અનુરોધ કર્યો હતો.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment