દિયોદર ના રૈયા પાસે અજાણી ગાડી ચાલકે બે રાહદારી ને ટક્કર મારતા ઇજા

દિયોદર,

દિયોદર ના રૈયા પાસે ગત દિવસે મોડી સાંજે કોઈ અજાણ્યા અલ્ટો ગાડી ચાલકે બે રાહદારીઓ ને ટક્કર મારતા ગંભીર ઇજા પોહચી હતી જેમાં ઇજા ગ્રસ્ત બે ભાઈ ને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિયોદર ના રૈયા ગામે રહેતા મહેશ મનજીભાઈ સુથાર અને વિપુલ ભીખાજી સુથાર ગત મોડી સાંજે ઘરે થી ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળ થી કોઈ અજાણ્યા અલ્ટો ગાડી ચાલકે ગફલત ભરી ગાડી હંકારી બે રાહદારીઓ ને ટક્કર મારતા પગ ના ભાગે ગંભીર ઇજા પોહચી હતી. જેમાં ગાડી ચાલક ગાડી લઈ ભાગી ગયો હતો.જેમાં ઇજા ગ્રસ્ત બને ભાઈ ને સારવાર અર્થ પાટણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ભગવાનભાઈ સુથારે અજાણી ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment