આલીદર ગામ ખાતે ધારાસભ્ય પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને અપાયા લાભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં ધારાસભ્ય કોડીનાર ડો. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતમાં “વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કોડીનાર તાલુકાના આલીદર ગામ મુકામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો અને વિકાસની ઝાંખી રજુ કરતી શોર્ટ ફિલ્મ નિર્દેશન, કિટ વિતરણ,વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં, કોડીનાર તાલુકા વિકાસ અધિકારી બગથરીયા, અગ્રણી જયેશભાઈ બારડ તથા આલીદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્ય અને ગ્રામજનો હાજર રહ્યા.

Related posts

Leave a Comment