ભારત સરકાર દ્વારા દર શુક્રવારે થતા સ્માર્ટ સિટીના રેન્કિંગમાં રાજકોટ 15મા ક્રમે, 2017માં 50મા નંબરે

રાજકોટ,

ભારત સરકારે દેશના 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ 15મા ક્રમાંકે આવ્યું છે. 2017માં રાજકોટ આ લિસ્ટમાં 50મા સ્થાને હતું. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દર શુક્રવારે કરવામાં આવતા રેન્કિંગમાં 1લી એપ્રિલ, 2020ના દિવસે રાજકોટ સ્માર્ટ સિટી સમગ્ર ભારતનાં 100 સ્માર્ટ સિટીઓમાં 15મા ક્રમે આવ્યું હતું અને 29 મે, 2020ના સુધીના રેન્કિંગમાં આ ક્રમ જળવાઈ રહ્યો હતો. 2017માં રાજકોટ 50મા રેન્કે હતું. રાજકોટને ગ્રીનસિટીનું સર્ટિફિકેટ પણ મળેલું છે. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ મારફતે કુલ 930 એકરમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે. જેમા ટી.પી. સ્કીમ – 32 રૈયા તૈયાર કરી સરકાર મારફતે મુસદ્દારૂપ યોજના મંજૂરી મળેલી છે. આ કારણે રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લીમિટેડને 18 મીટરથી 60 મીટર સુધીનાં કુલ 21 કિલોમીટરનાં રસ્તાઓનાં કબજા મળેલા છે. તેમજ માસ્ટર પ્લાન ઇન્ડિયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સિલ (IGBC) મારફતે ઓગષ્ટ 2019માં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન IGBC ગ્રીન સિટીઝ રેટીંગ સિસ્ટમની માર્ગદર્શિકા મુજબ ગ્રીન સિટી સર્ટીફિકેશન મુજબ માસ્ટર પ્લાન તૈયાર થયેલા હોવાનું સર્ટીફિકેટ મળેલું છે. વર્ષ 2017માં 50મા ક્રમે હતું હાલમાં, રાજકોટ સ્માર્ટ સિટી સમગ્ર ભારતનાં 100 સ્માર્ટ સીટીઓમાં 15મા ક્રમે છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દર શુક્રવારે રેન્કિંગ રીલીઝ કરવામાં આવે છે. રાજકોટ શહેર 2017માં ૫૦મા રેન્કે હતું, જે હાલમાં ૧૫મા રેન્ક ઉપર પહોંચી ગયું છે. MoHUA દ્વારા રેન્કીંગમાં -જુદા માપદંડોનું વર્ગીકરણ કરીને રેન્ક આપવામાં આવે છે. જેમ કે, કન્વરજન્સ તથા સ્માર્ટ સિટી મિશનનાં ફંડ્સથી પૂર્ણ કરેલા કામો, ટેન્ડર ઇસ્યૂ કરેલા કામો, વર્ક ઓર્ડર ઇસ્યૂ કરેલા કામો તથા SPV દ્વારા યુટીલાઇઝ કરેલા ફંડસ, સીટી લેવલ એડવાઇઝરી ફોરમની યોજાયેલ મિટિંગો વિગેરે દ્વારા રેન્કનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લીમિટેડ દ્વારા સતત સારી કામગીરી કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ મહાનગરપાલિકા તથા ચેરમેન (RSCDL)નાં માર્ગદર્શન મુજબ કરી 100 સ્માર્ટ સિટીઝમાં 15મો ક્રમ મેળવ્યો છે. સ્માર્ટ સિટી મિશન રાઉન્ડ-3માં રાજકોટની પસંદગી વધુમાં, વર્ષ 2019-20માં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ઈન્ડિયાઝ સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા રાજકોટ સ્માર્ટ સિટીની સ્માર્ટ સિટી મિશન રાઉન્ડ-3 અંતર્ગત પસંદગી પામેલા સ્માર્ટ સિટીઝમાંથી બેસ્ટ પેર્ફોમિંગ એવોર્ડ કેટેગરીમાં એટલે કે કેટેગરી-3: સીટી એવોર્ડમાં પસંદગી પામ્યું છે.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment