ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્‍તારના ગામોની મુલાકાત લેતા કલેકટર આર.આર.રાવલ

વલસાડ,

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિજાતિ વિસ્‍તારોની મુલાકાત વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે લીધી હતી. કલેકટરએ આ મુલાકાત દરમિયાન સ્‍થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ધરમપુર તાલુકાના વિકાસના કામો અને સ્‍થાનિક પ્રશ્નોની જાણકારી મેળવી વિશેષરૂપે આદિજાતિ વિસ્‍તારના વિકાસના કામોની ચર્ચા કરી હતી. ઉપસ્‍થિત અધિકારીઓને તાલુકાના વિકાસના કામો માટે નિષ્‍ઠા અને પ્રામાણિકપણે પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરએ ધરમપુર તાલુકાના આદિજાતિ વસતિ ધરાવતા બીલપુડી, સીદુમ્‍બર અને કરંજવેરીની મુલાકાત લીધી હતી. ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામ્‍ય વિકાસની ચાલતી પ્રવૃત્તિઓની સ્‍વ-નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. તાલુકા આરોગ્‍ય અધિકારી અને મેડીકલ ઓફિસર્સ સાથે તાલુકાની આરોગ્‍ય વિષયક બાબતોની સમીક્ષા કરી તથા જરૂરી સૂચનો કર્યા હતા. તાલુકાના આંગણવાડીના બાળકોની પુરતી સાર-સંભાળ લેવાની સાથે કુપોષિત બાળકોના વિકાસ માટે પોષણ અભિયાનનું સુદ્રઢ આયોજન થાય તે જોવા જણાવ્‍યું હતું. તેઓએ આદિજાતી પરિવારોની રૂબરૂ મુલાકાત લઇ તેમની પ્રાથમિક સુવિધા અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની મુલાકાત પણ લીધી હતી.

રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Related posts

Leave a Comment