રાજકોટ,
રાજકોટ શહેરની આજીડેમ ચોકડી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની દિવાલ ધરાશાય થવાની ઘટનામાં સરકારે રચેલી તપાસ કમિટિનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરતથી SVNITની તપાસ ટીમે પ્રાથમિક તબક્કાની તપાસમાં જ એ સ્પષ્ટ કરી આપ્યું હતું કે બ્રિજની દિવાલ ઉંદરોને કારણે નથી પડી. એસવીએનઆઇટીના ડાયરેક્ટર એસ.આર.ગાંધી અને તેની ટીમે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને સાથે રાખીને સ્થળની સમિક્ષા કરી હતી જેમાં ઉપયોગમાં લેવાયેલા સામાન, મટીરીયલના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષતામાં ચાલી રહેલી તપાસને 15 દિવસમાં પૂર્ણ કરી દઈ તેનો રીપોર્ટ સરકારને આપવાનો છે તેવામાં કમિટિએ ખાસ એ સ્પષ્ટ કરી દીધુ હતું કે ઉંદરોના કારણે આ ઘટના બની છે તે ખોટું છે. જણાવવું રહ્યું કે નેશનલ હાઈવે ઓથોરીટી અંડરમાં આવતા કોન્ટ્રાક્ટર WGELનાં પ્રોજેક્ટ મેનેજર અજય ઠાકુરે નિવેદન આપ્યું હતું કે ઉંદરોએ દર કરી નાખતા તેમાં પાણી ભરાતા દિવાલ પડી ગઈ હતી. અને જ્યારે હવે લેબ ટેસ્ટ અને આગળ વધેલી તપાસ જ સાચી વિગતો બહાર લાવશે કે ઘટનામાં ખરેખર જવાબદાર કોણ છે.
રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ